ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા પાલિકા દ્વારા 40 કરોડથી વધુ બાકી વેરા સામે 13 કરોડથી વધુની વસુલાત કરાઈ - 13 કરોડથી વધુની વસુલાત

છેલ્લા 10 વર્ષથી મહેસાણા શહેરમાં પોલીસ વિભાગની સરકારી મિકલતનો 40.71 લાખ જેટલો વેરો બાકી (outstanding tax collection of 40 crore )છે. ત્યારે મહેસાણા પાલિકા (Mehsana Municipality) દ્વારા 40.71 કરોડની બાકી વેરા વસૂલાત સામે ચાલુ વર્ષે 13.20 કરોડ વસુલાત (13 crore collected by Mehsana Municipality )કરવામાં આવી છે.

મહેસાણા પાલિકા દ્વારા 40 કરોડથી વધુ બાકી વેરા વસુલાત સામે ચાલુ વર્ષે 13 કરોડથી વધુની વસુલાત કરાઈ
મહેસાણા પાલિકા દ્વારા 40 કરોડથી વધુ બાકી વેરા વસુલાત સામે ચાલુ વર્ષે 13 કરોડથી વધુની વસુલાત કરાઈ

By

Published : Dec 23, 2022, 3:15 PM IST

મહેસાણા નગરપાલિકા (Mehsana Municipality)દ્વારા નાગરિકોને વિવિધ સેવા આપવા સામે વેરો વસુલવામાં આવતો હોય છે. જોકે મહેસાણા પાલિકામાં કુલ 40.71 કરોડની બાકી વેરા (outstanding tax collection of 40 crore ) વસુલાત સામે ચાલુ વર્ષે 13.20 કરોડની વસુલાત (13 crore collected by Mehsana Municipality ) થઈ છે. કુલ 27.50 કરોડ વસુલાત બાકી રહી છે. આમ મહેસાણા નગરપાલિકાએ 32.44 ટકા જેટલી વેરા વસુલાતની કામગીરી કરી બતાવી છે. જેમાં જુના વર્ષના 19,58,66,064 અને ચાલુ વર્ષના 7,92,26,511 મળી કુલ 27,50,92,575 રૂપિયાની વેરા વસુલાત હજુ બાકી રહી છે.

આ પણ વાંચો બાયો માઇનિંગ પદ્ધતિથી મહેસાણા પાલિકા દ્વારા લાખો ટન કચરાનો નિકાલ

મહેસાણા શહેરમાં ખાનગી અને સરકારી મિલકતો કોમર્શિયલ મિલકતોની વાત કરીએ તો 25,000 જેટલી કોમર્શિયલ અને 60,000 જેટલી રહેણાંક મળી કુલ 85,000 જેટલી મિલકતો સરકારી ચોપડે નોંધાયેલી છે ત્યારે આ મિકલત ધારકોને પાણી, લાઈટ, ગટર, શૈક્ષણ, આરોગ્ય અને જનરલ આવશ્યક સેવાઓ આપતા નગરપાલિકા તંત્ર દ્વારા વાર્ષિક વેરાની વસુલાત કરાતી હોય છે. જોકે મહેસાણા પાલિકાના વહીવટ અને કેટલાક મિકલત ધારકોને કારણે મહેસાણા પાલિકામાં જુના વર્ષોના 21,25,96,735 અને ચાલુ વર્ષના 19,45,87,878 મળી કુલ 40,71,84,614 બાકી વેરા સામે ચાલુ વર્ષે જુના 1,76,30,671 અને ચાલુ વર્ષના 11,53,61,367 મળી કુલ 13,20,92,038 રૂપિયા વેરા વસુલાત(13 crore collected by Mehsana Municipality ) થઈ છે.

આ પણ વાંચો મહેસાણા નગરપાલિકામાં ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઈ, સિટીબસનો નિર્ણય અધ્ધરતાલ

મહેસાણા પાલિકામાં હજુ 67.56 ટકા બાકી રકમની વેરા વસુલાત પેન્ડિંગ મહેસાણા નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરીમાં અનેકવિધ સ્કીમ અને રાહતનો લાભ બકીદારોને આપવામાં આવતા જૂના બાકી વેરામાં 7.87 ટકા, નવામાં 59.28 ટકા સાથે કુલ 32.44 ટકા વેરાની રકમ વસુલાત કરવામાં આવી છે જ્યારે 10 જેટલા લિસ્ટેડ બકીદારોની 11 કરોડ જેટલી વેરા વસુલાત બાકી રહી છે જેથી મહેસાણા નગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓ પાછળના ખર્ચનું ભારણ વધી રહ્યું છે.

પોલીસ વિભાગનો 50 લાખ વેરો વર્ષોથી ભરવાનો બાકી શહેરમાં કુલ 85000 મિકલતો છે જેમાં 60 હજાર રહેણાંક અને 25000 જેટલી કોમર્શિયલ મિલકતો હોવાની માહિતી વચ્ચે શહેરમાં સરકારી કે ખાનગી મિલકતનો વેરો ન ભરાતો હોવાની માહિતીમાં સરકારી મિલકતના બાકી વેરા મામલે મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર અને એ.ડિવિઝન પોલીસ સ્ટેશન સહિતના પોલીસ વિભાગની મિલકતમાં છેલ્લા 8 થી 10 વર્ષ ના કુલ 50 લાખ જેટલો વેરો ભરવાનો બાકી રહ્યો છે.

7 વર્ષથી વેરો ન ભરનાર 9 બાકીદારોનો કુલ 10.57 કરોડ વેરો બાકીઆ અંગે નામવાર જોઇએ તો અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સ લી. એરોડ્રામ 8,54,32,260, બ્લ્યુ રે એવિએશન. એરોડ્રામ 1,30,53,213, સીમંધર ઓનર્સ એસો., ભગીરથ કન્સ્ટ્રકશન કંપની અને હોટલ સહારા બ્રિજ. 53,56,697,જગદીશકુમાર બાબુલાલ જાની, કૃષ્ણ સિનેમા પાંચ લીમડી. 6,99,490, પટેલ જયંતિભાઈ પારેખભાઈ, કોર્પોરેશન બેન્ક, ઉન્નતિ માર્કેટ માલ ગોડાઉન 4,18,812, પટેલ છગનલાલ ગિરધરલાલ, હીરાની ઘંટી, રાધનપુર ચાર રસ્તા 2,78,467, ગુરુકૃપા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, 243એ-GIDC. 1,86,417,
અમરસિંહ મફાભાઈ લવારીયા, 243/1, GIDC 1,45,745, પટેલ પરસોત્તમભાઈ રતનસિંહ, 21એ, આદિત્યનગર પાસે, નાગલપુર. 1,32,448 છે. આમ કુલ બાકી વેરો 10,57,03,549 રુપિયા છે.

ABOUT THE AUTHOR

...view details