મહેસાણાઃ રેલવે જંક્શનથી ઉત્તર પ્રદેશના ઉન્નાવ જવા માટે સાબરકાંઠાના 1200 જેટલા પરપ્રાંતિઓને ગુજરાત સરકારની સરકારી એસટી બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે મહેસાણા રેલવે સ્ટેશન પર લાવી તેમનું મેડિકલ ચેકપ સાથે ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી છે. મહેસાણા વહીવટી તંત્ર દ્વારા તેમને રેલવેથી ઉત્તર પ્રદેશના ઉનાવ ખાતે મોકલવામાં આવ્યા છે.
સાબરકાંઠાથી મહેસાણા આવેલા 1200 પરપ્રાંતિયો ટ્રેન મારફતે UP રવાના - રેલવે પરિવહન
લોકડાઉન ઘણો સમય વીતી ગયો છે, ત્યારે શ્રમજીવી લોકો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જો કે આ પરિસ્થિતિમાં પરપ્રાંતીય શ્રમિકો અને તેમનો પરિવાર ભારે મુશ્કેલી અનુભવી રહ્યો છે. ગુજરાતમાં કામ પેટિયું રડવા આવેલા પરપ્રાંતિઓને વતન જવા માટેની વ્યવસ્થાઓ કરાઈ છે.

સાબરકાંઠાથી મહેસાણા આવેલા 1200 પરપ્રાંતિયોનેને ટ્રેનમાં બેસાઈ UPના ઉનાવ મોકલાયા
સાબરકાંઠાથી મહેસાણા આવેલા 1200 પરપ્રાંતિયોનેને ટ્રેનમાં બેસાઈ UPના ઉનાવ મોકલાયા
મહત્વનું છે કે. આર્થિક મારથી પીડાતા આ શ્રમિકો અને તેમનો પરિવાર રોજગાર માટે ગુજરાતના સાબરકાંઠામાં વસ્યો હતો. પરંતુ હાલની પરિસ્થિતિ એ વિવશ બનાવી દેતા તેઓ પોતાના વતન પરત ફર્યા છે. જેની ખુશી સાથે સરકારની વ્યવસ્થા પર પરપ્રાંતિઓએ સ્નેહની લાગણી અનુભવી છે.