- વિસનગર ખાતે યોજાયો 11મો રાષ્ટ્રીય મતદાર દિવસ
- ચૂંટણી પ્રક્રિયામાં વિશેષ કામગીરી કરનારાનું સન્માન
- મતદાર જાગૃતિ માટે પ્રવચન અને ડ્રામા
મહેસાણામાં જિલ્લા કક્ષાના 11માં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરાઈ
મહેસાણાઃ જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેક્ટર દ્વારા જિલ્લા કક્ષાએ 11માં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી વિસનગરની નૂતન મેડિકલ કૉલેજ ખાતે કરવામાં આવી છે.
મહેસાણામાં જિલ્લા કક્ષાના 11માં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરાઈ કલેક્ટરે ચૂંટણી અધિકારી તરીકે મતદારોને સંબોધન કરી પ્રોત્સાહિત કર્યા
મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર દ્વારા આજે સોમવારે જિલ્લા વાસીઓમાં મતદાન જાગૃતિ આવે અને એક મતદાર તરીકે લોકો જાગૃત થાય માટે 11માં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી છે. 11માં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરતા વિસનગર ખાતે નૂતન મેડિકલ કૉલેજમાં દિવ્યાંગ મતદારો અને ફર્સ્ટ વોટરો સહિતના મતદાન કામગીરીમાં મહત્વની ભૂમિકા અદા કરનારા અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ દરેક ઉપસ્થિત ભારતના જાગૃત નાગરિકો દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે શપથ લેવામાં આવ્યા હતા, તો ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને એક મતદારના મતની મહાનતા અંગે વિશેષ સંબોધન કરવામાં આવ્યું હતું.
મહેસાણામાં જિલ્લા કક્ષાના 11માં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરાઈ હોસ્ટેલના મતદારોને જાગૃત કરાયા
વિસનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં સ્થાનિક સંસ્થાએ કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું નહોતું. જેથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના મતદારોને જાગૃત કરવાની વાત વચ્ચે મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને ઉપસ્થિત રાખી માત્ર દેખાવ ખાતર મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.