મહેસાણા: જિલ્લામાં આવેલ વડનગર શહેર ઐતિહાસિક નગરી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન તરીકે જાણીતું છે. વડાપ્રધાન વડનગરની શાળામાં અભ્યાસ સંપૂણ કરેલ હતો જે હવે પ્રેરણાકેન્દ્ર તરીખે ઓળખવામાં આવે છે. જેના વિકાસ અર્થે 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં શહેર પ્રધાન રાજુ મોદીએ ETV Bharat સાથે રસપ્રદ વાતો જણાવતા આ પૌરાણિક નગરીના પ્રેરણાકેન્દ્ર ઈતિહાસ બાબતે માહિતી આપી હતી.
શહેર પ્રધાન રાજુ મોદીની ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં
રાજુ મોદીએ (City minister of Vadnagar)ETV Bharatની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે શાળા પ્રેરણાકેન્દ્ર માટે (Gujarat Budget 2022)માં 2 કરોડની જોગવાઈ વડનગર શાળામાં જે નરેન્દ્ર મોદીના પ્રાથમિક શિક્ષણનો ફરી વિકાસ થવા જઈ રહ્યો છે. વડનગરમાં હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનને પગલે પૌરાણિક નગરીના આ ઈતિહાસને ઉજાગર કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. જે માટે વડનગરમાં હેરિટેજ સ્થળોને પણ પર્યટકો માટે ડેવલોપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડનગરમાં આવેલ વર્ષો જૂની ગાયકવાડી સમયની પ્રાથમિક શાળાને પ્રેરણાકેન્દ્ર તરીકે હેરીટેજમાં સમાવી વિકાસ કરવામાં આવશે જે માટે આજના બજેટમાં 2 કરોડની જોગવાઈ કરાઈ છે.