ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજાપુરમાં ધોધમાર વરસાદ, મહેસાણા જિલ્લામાં 10.6 ઇંચ વરસાદ - Mehsana news

મહેસાણા જિલ્લામાં 24 કલાકમાં સારો એવો વરસાદ થવા પામ્યો છે. જેમાં ઊંઝા 10 mm, કડી 07 mm, ખેરાલુ 04 mm, જોટાણા 11 mm, બહુચરાજી 69 mm, મહેસાણા 13 mm, વડનગર 03 mm, વિજાપુર 166 mm, વિસનગર 03 mm, સતલાસણા 12 mm. આમ જિલ્લામાં કુલ 269 mm થયો છે.

Mehsana
મહેસાણા

By

Published : Jun 13, 2020, 1:03 PM IST

મહેસાણા : વિજાપુરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ત્યાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ વરસાદની નોંધ કરી જરૂરી કાર્યવાહીના ભાગ રૂપે ભરાયેલા પાણીને દૂર કરવા તો ક્યાંક નાના મોટા ધરશાઈ થયેલા વૃક્ષને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લામાં 10.6 ઇંચ વરસાદ

વિજાપુરમાં છેલ્લા 24 કલાકમાં 166 mm વરસાદ નોંધવા પામ્યો છે. તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ત્યાં બીજી તરફ ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details