ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના બલોલમાં 1.4ની તીવ્રતાનો ભૂકંપ, તાલુકામાં પહેલીવાર AP સેન્ટર નોંધાયું - 1.4 magnitude earthquake shakes Mehsana

મહેસાણાના બલોલમાં 9 જૂનની મોડી રાત્રે 3.06 કલાકે 1.4ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠી હતી. મહેસાણા તાલુકામાં પ્રથમવાર બલોલ ગામે ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે.

1.4 magnitude earthquake shakes Mehsana
મહેસાણાના બલોલમાં 1.4ની તીવ્રતાનો ભૂકંપ

By

Published : Jun 10, 2020, 10:30 AM IST

મહેસાણા: જિલ્લામાં 9 જૂનની મોડી રાત્રે 3.06 કલાકે બલોલ ગામ નજીક સીમાડામાં ભૂકંપ નોંધાયો હતો. 1.4ની તીવ્રતા સાથે ભૂકંપના ઉદ્ભવ સ્થાનથી ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂંકપ રાત્રિના સમયે આવવાથી કોઈ ખાસ અનુભૂતિ લોકોને થઈ ન હતી. જો કે, જમીનમાં 1.8 કિમી અંદર ભૂકંપનું ઉદ્ભવ સ્થાન નોંધાયુ છે. જ્યારે એક અનુમાન પ્રમાણે મહેસાણા તાલુકામાં પ્રથમવાર બલોલ ગામે ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે. જમીનમાં સર્જાયેલ ભંગાણને કારણે જમીનમાં થતી હિલચાલથી આ પ્રકારે ભૂકંપ આવ્યો હોવાનું રિસર્ચ સેન્ટરનું અનુમાન છે.

મહત્વનું છે કે, ઉત્તર ગુજરાતની ધરા છેલ્લા 5 દિવસમાં 3 વાર ધ્રુજી છે. જેમાં અગાઉ 2 વાર ધરોઈ નજીક પણ 1.4ની તીવ્રતાના બે આંચકા આવ્યા હતા. તાજેતરમાં બલોલ ગામે પણ 1.4 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details