મહેસાણાઃ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ધરોઈ વિસ્તારમાં 3 વાર નાના એવા ભૂકંપના આંચકા નોંધાયા છે. મહત્વનું છે કે, જમીનમાં થતી ધ્રુજારીને કારણે કેટલોક ભાગ અંદરો અંદર ક્ષતિ પામતો હોવાને કારણે ધરા ધ્રૂજતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. ત્યારે ધરોઈ અને મહેસાણા વિસ્તરમાં 1.4 આસપાસની તીવ્રતા સાથે જમીનમાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
ધરોઈ નજીક ગંગાવા પાસે 1.3 તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો - ભૂકંપ ન્યૂઝ
મહેસાણા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ધરોઈ વિસ્તારમાં 3 વાર નાના એવા ભૂકંપના આંચકા નોંધાયા છે. મહત્વનું છે કે, જમીનમાં થતી ધ્રુજારીને કારણે કેટલોક ભાગ અંદરો અંદર ક્ષતિ પામતો હોવાને કારણે ધરા ધ્રૂજતી હોવાનું અનુમાન છે, ત્યારે ધરોઈ અને મહેસાણા વિસ્તરમાં 1.4 આસપાસની તીવ્રતા સાથે જમીનમાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
![ધરોઈ નજીક ગંગાવા પાસે 1.3 તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો મહેસાણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:33-gj-msn-02-dharoi-bhukamp-pic-7205245-11062020084330-1106f-1591845210-866.jpeg)
તહેતરમાં ધરોઈ ભૂકંપ માપક કેન્દ્રથી 19 કી.મી દૂર આવેલા ગંગાવા ગામ પાસે ગત રોજ 12.46 કલાકે બપોરે 1.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધયો છે. તો ભૂકંપનું એપી સેન્ટર જમીનની અંદર 13.2 કીમી પર જોવા મળ્યું છે. આમ એકન્દરે ઉત્તર ગુજરાતના છેલ્લા પાંચ દિવસમાં 4 ભૂકંપના આંચકા નોંધાયા છે.
ભૂસ્તરથી 13.2 કીમી જમીનમાં ભૂકંપનું ઉદ્ભવ સ્થાન
*Earthquakes*
Magnitude : 1.3
Date : 10/06/2020
Time : 12:46pm
Latitude : 24.148
Longitude : 72.772
Depth ( Km ) : 13.2
Location : 18 Km WNW from Dharoi, North Gujarat