ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના નાની કડીમાં તસ્કરોનો હાથ ફેરો, દાગીના સહિત રોકડ લઇ ફરાર - 1.25 lakh cash stolen in Mehsana's minor sanitation house

મહેસાણા: ઉત્તરાયણના તહેવારની મજા લેવા જિલ્લાના નાની કડીની સાંઈ દર્શન સોસાયટીમાં રહેતો એક પટેલ પરિવાર દીકરાના ઘરે મહુઆ ઉત્તરાયણ કરવા ગયો હતો. ત્યારે તસ્કરોએ બંધ મકાનનો લાભ લઇ 1.25 લાખની રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.

mehsana
મહેસાણા

By

Published : Jan 16, 2020, 4:40 PM IST

નાની કડી ખાતે આવેલી સાંઈ દર્શન સોસાયટીના બંગલા નંબર 21 માં રહેતા પટેલ ત્રમ્બકભાઈ નામના વેપારીના ઘરે પરિવાર સાથે ઉત્તરાયણ કરવા દીકરાના ઘરે મહુઆ ગયેલા હતા. જે બાદ વાસી ઉત્તરાયણના દિવસે પડોશીનો ફોન આવતા તેમના ઘરમાં લાઈટો ચાલુ હોઈ અને મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોવાની જાણ થઈ હતી.

મહેસાણાના નાની કડીમાં તસ્કરોનો હાથ ફેરો, દાગીના સહિત રોકડ લઇ ફરાર

તેઓ ઘરે પરત આવી જોતા મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પડેલ તિજોરી કબાટ તોડી અંદર પડેલ 1.25 લાખની રોકડ અને અંદાજે 30થી 32 તોલા સોનાના અને સવાકિલો ચાંદીના દાગીનાની ચોર ઈસમોએ ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે કડી પોલીસને જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details