મહીસાગરઃ કોરોનાની સારાવાર લઇ રહેલા દર્દીઓને પ્લાઝમાં થેરેપી દ્વારા જલ્દી સાજા કરી શકાય છે. જેથી જિલ્લાના યુવાનો પ્લાઝમાં ડોનેટ કરવા માટે આગળ આવી રહ્યા છે. તાજેતરમાં જ બાલાસિનોરના મીત શાહ અને શૈલ શાહ મહીસાગર જિલ્લામાં પ્રથમ 2 પ્લાઝમા ડોનર બન્યા હતા, ત્યારે રવિવારે આ જ પરિવારના યુગ શાહે પ્લાઝમાં ડોનેટ કર્યા છે.
યુગ શાહ મહીસાગરના ત્રીજા પ્લાઝમા ડોનર બન્યા ઉલ્લેખનીય છે કે, દર્પણ પરિવારના સંદીપભાઈનું અવસાન થયું હતું. તેમનું આ દુઃખ ભૂલીને તેમનો પુત્ર યુગ શાહ અન્યની જિંદગીને બચાવી શકાય તે માટે પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવીને પ્લાઝમા ડોનેટ કર્યા છે. આ સાથે જ યુગ શાહે જિલ્લાના અન્ય યુવાનોને પણ પ્લાઝમાં ડોનેટ કરવા આગળ આવવા અંગે કહ્યું છે.
આ અંગે યુગે કહ્યું કે, પ્લાઝમા ડોનેટ કરવાથી તેમને કોઈ તકલીફ થઇ નથી. રક્તદાનની જેમ જ પ્લાઝમાનું દાન કરી શકાય છે.
પ્લાઝમાં ડોનેટના અન્ય સમાચાર
આ પણ વાંચોઃઅમદાવાદમાં 'પ્લાઝમા ડોનેટ કરો ના' ડ્રાઇવ શરૂ, ICAI ના સહયોગથી એકત્રિત થશે પ્લાઝમાં
કોવિડ -19 સામે લડવા માટે છાત્ર સાંસદ રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ અને ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા(ICAI) અમદાવાદના સહયોગથી શહેરમાં 'પ્લાઝમાં ડોનેટ કરો ના' એક ગ્લાસમાં ડોનેશન ડ્રાઇવની શરૂઆત કરવામાં આવી છે. છાત્ર સાંસદે ઝીરો અવર ફાઉન્ડેશનની પહેલી અનોખી ચળવળ છે.
આ પણ વાંચોઃસુરતમાં કોરોના વોરિયર્સની માનવતા, 13 પોલીસ કર્મીઓએ કર્યા પ્લાઝમા ડોનેટ
કોરોના કાળમાં રાત-દિવસ ફરજ બજાવતા સુરતના પોલીસ કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા હતા. જે કોરોનાને માત આપી સ્વસ્થ થઇ ફરી ફરજમાં જોડાયા છે. જેમાના 13 પોલીસ અધિકારી પોલીસ કમિશનરની પ્રેરણાથી સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કરીને સંવેદના સાથે માનવતાનો ધર્મ નિભાવ્યો છે.
આ પણ વાંચોઃસુરતના 67 કોરોના સંક્રમિત અધિકારીઓમાંથી સ્વસ્થ થયેલા 22 અધિકારીઓ પ્લાઝમા ડોનેટ કરશે
કોરોના મહામારીથી પ્રજાની સુરક્ષા અને સલામતી માટે દિવસ-રાત કાર્યરત પોલીસ જવાનો પોતે પણ કોરોનાનો મોટાપાયે ભોગ બની રહ્યા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ આ પોલીસ અધિકારીઓ પોતાની ફરજ બજાવવામાં ચૂક્યા નથી. સુરતમાં અત્યાર સુધીમાં 67 અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 22થી વધુ અધિકારીઓએ સ્વસ્થ થતા પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ514 સુરતીઓના પ્લાઝમા દાનથી સુરત ગુજરાતમાં અવ્વલ
કોરોનાની વૈશ્વિક મહામારીએ જ્યારે સુરતમાં પગ જમાવ્યો છે, ત્યારે કોરોના સામે લડવામાં અસરકારક પ્લાઝમા ડોનેટ કરવા સુરતીઓ રાજયભરમાં અગ્રેસર રહ્યા છે. સુરતને કર્મભુમિ બનાવીને રહેતા રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવીય પહેલ કરી છે. હાલ કોરોનાની કોઈ દવા ન હોવાથી અન્ય ઉપાયો દ્વારા કોરોનાના દર્દીઓને સ્વસ્થ કરવામાં આવી રહ્યા છે. જેમાં પ્લાઝમા થેરાપી અસરકારક સાબિત થઈ છે. સુરતની નામાંકિત યુનિક જેમ્સ કંપનીના 41 રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કરીને સમગ્ર દેશને નવી રાહ ચીંધ્યો છે. માણસાઈના દીવા સમાન, હીરા પર પાસા પાડનારા આ રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરી દાનનું હીર ઝળકાવી ‘ખરા હીરા’ બન્યા છે.
આ પણ વાંચોઃMLA ઇમરાન ખેડવાલાએ કહ્યું- પૂર્વ AMC કમિશનર વિજય નહેરાના કહેવાથી પ્લાઝમા ડૉનેટ કર્યું
કોરોના કહેરના શરૂઆતી દિવસોમાં બીમારીનો ભોગ બનેલા કોંગ્રેસી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, કોરોનાથી સ્વસ્થ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તે સમયના કમિશનર વિજય નેહરાના કહેવાથી પ્લાઝમા ડૉનેટ કર્યું હતું. પ્લાઝમા ડૉનેટ કર્યા બાદ કોઈપણ પ્રકારની શારીરિક કમજોરી કે તકલીફ ન થઈ હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચોઃસુરતમાં પ્લાઝમા થેરાપી થકી મળ્યું નવજીવન, કોરોનાને માત આપનાર દર્દીએ માન્યો આભાર
દાનવીર કર્ણની ભૂમિ તરીકે ઓળખાતી સૂર્યનગરી સુરતમાં અનેક દાનવીરોના પુણ્યકાર્ય ઈતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ લખાયા છે, ત્યારે આ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સુરતમાં કોરોનામુક્ત થયેલાં નાગરિકો પોતાના પ્લાઝમાનું દાન કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે નવું જીવનદાન આપી રહ્યા છે અને એ પણ કોઈ નામના વગર.
આ પણ વાંચોઃસુરતઃ પલસાણાના હેલ્થ વર્કર દ્વારા પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું
કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર અર્થે પ્લાઝમા થેરાપી ખુબ કારગત નીવડી રહી છે, ત્યારે જિલ્લામાં પ્લાઝમા ડોનેટ કરનારા યોદ્ધાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે. કડોદરા નગર ખાતે હેલ્થ વર્કર દ્વારા થોડા દિવસો અગાઉ જિલ્લામાં પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું હતું. જે બાદ પલસાણા તાલુકાના કણાવ ગામના PHCના હેલ્થ વર્કરે પ્લાઝમાં ડોનેટ કર્યું છે.
આ પણ વાંચોઃસુરત ખાતે 21 વર્ષની નાની વયે પ્લાઝમાં ડોનેટ કરી યુવાઓની પ્રેરણાસ્ત્રોત બની જાનકી કળથીયા
સુરત શહેરની 21 વર્ષીય દિકરી જાનકી કળથીયા સૌથી નાની વયની પ્લાઝમા ડોનર બની છે. અત્યાર સુધી સુરતમાં કુલ 690 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે. જેમાં જાનકી કળથીયાએ ત્રીજા નંબરની મહિલા ડોનર બની છે.
આ પણ વાંચોઃકરીમ મોરાનીની પુત્રી ઝોયા મોરાનીએ બીજી વાર પ્લાઝમા દાન કર્યું
નિર્માતા કરીમ મોરાનીની પુત્રી અને અભિનેત્રી ઝોયા મોરાનીએ બુધવારે મુંબઇની નાયર હોસ્પિટલમાં કોવિડ -19 ખાતે સંશોધન અને સારવાર માટે બીજી વખત પોતાનો પ્લાઝ્મા દાનમાં આપ્યો છે.