લુણાવાડા : મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ પોતાના બે પાલતુ ડોગને આ રસીકરણ કેમ્પમાં વેક્સિન મુકાવી સરકારના આ જીવનરક્ષક અભિગમનો લાભ લેવા પાલતુ ડોગના માલીકોને અપીલ કરી હતી.પાલતુ ડોગના માલિકોને આ અભિયાન દ્વારા હડકવાના વિના મુલ્યે રસીકરણ અને જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા “વેક્સીનેટ ટુ એલીમીનેટ પ્રોગ્રામ” ના માધ્યમથી પાલતુ ડોગને હડકવા મુક્ત કરવાનો સરકારનો અભિગમ છે.
“વર્લ્ડ રેબીસ દિન” નિમિત્તે હડકવા રોગ વિરોધી અભિયાન “વેક્સીનેટ ટુ એલીમીનેટ પ્રોગ્રામ” અંતર્ગત કેમ્પ યોજાયો - હડકવા રોગ
ગુજરાત સરકાર દ્વારા “વર્લ્ડ રેબીસ દિન” નિમિત્તે હડકવા રોગ વિરોધી અભિયાન “વેક્સીનેટ ટુ એલીમીનેટ પ્રોગ્રામ” અંતર્ગત પશુપાલન વિભાગ, મહીસાગર જિલ્લા પંચાયત પશુપાલન શાખા તથા વેટ પોલી ક્લિનિક મહીસાગર અને પશુ દવાખાના, લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે તેમજ જિલ્લાના તમામ 6 તાલુકામાં લુણાવાડા પશુદવાખાના ખાતે “હડકવા વિરોધી રસીકરણ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું.
હડકવાની આ બીમારી પશુઓ ખાસ કરીને ડોગ દ્વારા મનુષ્યમાં ફેલાવાની સંભાવના છે ઉપરાંત આ રોગ પશુઓ ઉપરાંત મનુષ્યમાં પણ જીવલેણ નીવડી શકે છે. જેને અટકાવવાના પ્રયાસ રૂપે સરકારનો આ અભિયાન જીવનરક્ષક અભિગમ છે.
આ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાના પ્રાણી પ્રેમીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો જેમાં પાલતુ ડોગને હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લાપશુપાલન અધિકારી ડો.એમ.જી.ચાવડા, મદદનીશ પશુપાલન અધિકારી ડો.કે.એમ.પંડિત,પશુચિકિત્સા અધિકારી ડો. જીગર કંસારા, તથા પશુપાલન વિભાગના કર્મચારીઓ, પશુપ્રેમીઓ પોતાના પાલતું ડોગ સાથે ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.