ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે ફાળો એકત્ર કર્યો - kutchh news

ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે સમગ્ર રાજ્યમાં અને કચ્છમાં લોકો સ્વયંભૂ રીતે આગળ આવી રહ્યા છે. ભુજમાં જુબેલી સર્કલ પાસે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો.

ભુજમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે ફાળો એકત્ર કર્યો
ભુજમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે ફાળો એકત્ર કર્યો

By

Published : Mar 15, 2021, 11:00 PM IST

  • ક્ષત્રિય સમાજની મહિલાઓએ વાહનચાલકો પાસેથી સહયોગ માંગ્યો
  • લોકોએ ઉદારતાથી યથાશક્તિ ફાળો આપ્યો
  • ભુજના ટ્રાફિક પોલીસે પણ આપ્યો સહકાર

આ પણ વાંચોઃગોધરામાં એક બાળકને તંદુરસ્ત જીવન જીવવા જોઈએ છે 22 કરોડ રૂપિયા

કચ્છઃ ભુજના મુખ્ય એવા જુબેલી સર્કલ પાસે ક્ષત્રિય સમાજની મહિલાઓએ ધૈર્યરાજસિંહની સારવાર માટે દાનપેટી સાથે રાખીને વાહનચાલકો પાસેથી સહયોગ માંગ્યો હતો. વાહનચાલકોએ પણ ઉદાર હાથે ફાળો આપી આ સેવાકીય કાર્યમાં સહભાગી થયા હતા. 3 મહિનાના માસૂમ બાળક ધૈર્યરાજસિંહની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર હોવાથી ક્ષત્રિય સમાજની મહિલાઓ આગળ આવી છે અને ફાળો ઉઘરાવવાનું કાર્ય હાથ ધર્યું હતું.

ભુજમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ ધૈર્યરાજસિંહને મદદ કરવા માટે ફાળો એકત્ર કર્યો

આ પણ વાંચોઃSMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા 3 માસના બાળકની સારવારમાં મદદ માટે મુખ્યપ્રધાનને પત્ર

લોકો અને ટ્રાફિક પોલીસનો સહકાર

ભુજના જુબેલી સર્કલ પાસે વાહન ચાલકોએ પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપીને સહકાર આપ્યો હતો તથા જુબેલી સર્કલ પાસે ફરજ નિભાવતી ટ્રાફિક પોલીસે પણ આ કાર્યમાં સહકાર આપ્યો હતો.

3 મહિનાના બાળકને SMA-1 નામની ગંભીર બીમારી

મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના ધૈર્યરાજ સિંહ રાઠોડની ઉંમર માત્ર ૩ મહિનાની છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા તે એકદમ તંદુરસ્ત દેખાય છે. પરંતુ જન્મના માત્ર દોઢ મહિનામાં જ શારીરિક પરિવર્તન જોવા મળતા માતા-પિતા ચિંતિત થયા હતા. ધૈર્યરાજને SMA-1 નામની બીમારી હોવાનું સામે આવ્યું હતું. આ બીમારીની સારવાર ભારતમાં શક્ય ન હોવાથી પરિવાર પર આભ તૂટી પડયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. રાજદીપસિંહે એક સંસ્થાનો સંપર્ક કરી તેની સારવાર માટે ફંડ એકત્રિત કરવાની શરૂઆત કરી છે જેમાં હાલ સારા પ્રમાણમાં ફંડ જમા થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details