ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં વધતાં કોરોના કેસથી એસ.ટી. વિભાગે શરુ કર્યું થર્મલ ગનથી સ્ક્રિનિંગ - થર્મલ ગન ચેકિંગ

કોરોના વાયરસ સામે તેનું સંક્રમણ થતું અટકાવવું એ પ્રાથમિક સાવચેતી છે. ત્યારે અનલોક ટુ દરમિયાન શરુ થઈ ગયેલાં એસટી વિભાગ દ્વારા શક્ય એટલા સ્તર પર પ્રવાસીઓને કોરોનાને સંક્રમણ ન લાગે તેમ જ સ્ટાફ પણ સુરક્ષિત રહે તે જોવું મહત્ત્વનું બની રહ્યું છે. મહીસાગર જિલ્લાના મુખ્યમથક લૂણાવાડા એસટી ડેપો પર મોટીસંખ્યામાં લોકોની એસટી મારફતે અવરજવર રહે છે ત્યારે અહીં આવતાં તમામ પ્રવાસીઓ અને સ્ટાફને કોરોના સંક્રમણથી મુક્ત રહેવા માટેની ગાઈડલાઈન્સનું ચૂસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.

મહીસાગરમાં વધતાં કોરોના કેસથી એસ.ટી. વિભાગે શરુ કર્યું  થર્મલ ગનથી સ્ક્રિનિંગ
મહીસાગરમાં વધતાં કોરોના કેસથી એસ.ટી. વિભાગે શરુ કર્યું થર્મલ ગનથી સ્ક્રિનિંગ

By

Published : Jul 14, 2020, 4:14 PM IST

લૂણાવાડા: મહીસાગર જિલ્લામાં વધતા જતાં કોરોના કેસને લઈ જિલ્લા એસ.ટી. વિભાગ સજ્જ બન્યું છે. જિલ્લાના લૂણાવાડા એસ.ટી. ડેપો પર આવતાં તમામ પ્રવાસી તેમજ સ્ટાફનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમ જ દરેકને સેનેટાઇઝર વડે હાથ સાફ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.

મહીસાગરમાં વધતાં કોરોના કેસથી એસ.ટી. વિભાગે શરુ કર્યું થર્મલ ગનથી સ્ક્રિનિંગ
આ સાથે એનાઉન્સ કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિશે માહિતગાર કરી તેનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. એસ.ટી. ડેપોમાં માઇક દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરી કોરોના અંગે માહિતી પણ આપવામાં આવે છે. CCTV વડે તમામ પ્લેટફોર્મ પર મોનિટરિંગ પણ કરવામાં આવે છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જણાય તો જરૂરી સૂચન કરવામાં આવે છે. આ સાથે બહારથી આવતી બસોને સંપૂર્ણ સાફસફાઈ કરી સેનેટાઈઝ કરવામાં આવે છે. ડેપો પર બહારથી આવતાં ખાનગી વાહનો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details