ગુજરાત

gujarat

ETV Bharat / state

યોગની વધતી જતી લોકપ્રિયતાથી રમતગમત અને આયુષ મંત્રાલયે યોગને રમત-ગમતમાં સામેલ કર્યુ - રમતગમત અને આયુષ મંત્રાલય

ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલા રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ સમગ્ર રાજ્યમાં જન-જન સુધી યોગનો પ્રચાર-પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેની જાગૃતિ આવે તેવી પણ કામગીરી પણ કરવામાં આવી રહી છે.

યોગની વધતી જતી લોકપ્રિયતાથી રમતગમત અને આયુષ મંત્રાલયે યોગને રમત-ગમતમાં સામેલ કર્યુ
યોગની વધતી જતી લોકપ્રિયતાથી રમતગમત અને આયુષ મંત્રાલયે યોગને રમત-ગમતમાં સામેલ કર્યુ

By

Published : Dec 22, 2020, 11:30 AM IST

● યોગની લોકપ્રિયતા ધ્યાનમાં લઈને રમતગમત અને આયુષ મંત્રાલયે યોગને રમત-ગમતમાં સામેલ કર્યુ

● કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે યુવાનોમાં યોગ પ્રત્યેની અભિરૂચી વધશે

● યોગાસનો ને 7 કેટેગરી અને 51 મેડલ્સ સાથે રમત ગમત સંપૂર્ણ કરવામાં આવશે

યોગની વધતી જતી લોકપ્રિયતાથી રમતગમત અને આયુષ મંત્રાલયે યોગને રમત-ગમતમાં સામેલ કર્યુ
મહીસાગર: યોગની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાને લઇ ભારત સરકારના રમતગમત અને આયુષ મંત્રાલયે યોગને રમત-ગમતમાં સામેલ કરવાની જાહેરાત કરી છે.રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શિશપાલે કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારતા ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે યુવાનોમાં યોગ પ્રત્યેની અભિરૂચી વધશે તેમ જણાવી યોગાસનો ને 7 કેટેગરી અને 51 મેડલ્સ સાથે રમત ગમત સંપૂર્ણ કરવામાં આવશે તે પ્રતિ આનંદની લાગણી વ્યક્ત કરી છે.કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વમાં યોગનો વ્યાપ ખૂબ જ વધ્યોતેમણે યોગ શારીરિક માનસિક અને વૈચારિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વમાં યોગનો વ્યાપ ખૂબજ વધ્યો હોવાનું જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details