ગુજરાત

gujarat

ETV Bharat / state

કડાણા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું - રવિ પાક

મહીસાગર જિલ્લા સહીત રાજ્યના સાત જિલ્લાના  ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી મળી રહે અને પશુ માટે ઘાસચારો ઉગાડી શકે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડતા તેમજ કડાણા ડાબા કાંઠા મુખ્ય નહેર તેમજ કડાણા જમણા કાઠા મુખ્ય નહેરમાં કડાણા ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી ખેડૂતમાં ખુશીની લહેર વ્યાપી છે.

mahisagar kadana Dem water dropped in kenal
કડાણા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું

By

Published : Feb 3, 2020, 9:43 PM IST

મહીસાગરઃ જિલ્લા સહીત ગુજરાત રાજ્યના સાત જિલ્લાને સિંચાઈનું પાણી પૂરું પાડતી સુજલામ સુફલામની મુખ્ય કેનાલમાં કડાણા ડેમમાંથી 1100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

કડાણા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું

બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર, મહેસાણા, તેમજ આંણદ જિલ્લાના ખેડૂતોને શિયાળામાં ઘઉં, ચણા અને પશુ માટે ઘાસચારોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પાણી છોડાતા સુજલામ સુફલામ કેનાલના પાણીથી લાભ થતો હોય તેવા ખેડૂતોને રવિ પાકને પૂરતું પાણી મળી રહશે. પશુ માટે ઘાસચારો ઉગાડી શકશે. આ ઉપરાંત કડાણા ડેમમાંથી ડાબા કાંઠાની મુખ્ય કેનાલમાં 150 કયુસેક પાણી તેમજ જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં 50 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પાણી છોડવાના કારણે બંને નહેરના કમાન્ડ વિસ્તારમાં ખડૂતોને રવિ પાક માટે તેમજ ઘાસચારા માટે પૂરતું પાણી મળી રહશે. કેનાલમાં પાણી છોડતા ખેડૂતમાં ખુશી છવાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details