વિરપુર તાલુકામાં ગત ચોમાસામાં ઓછો વરસાદ થયો હતો તે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિરપુર તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ચોમાસામાં પુરતાં પ્રમાણમાં વરસાદ ન પડતાં નદી, તળાવ, અને કુવાઓના જળ સ્તર નીચા ગયા હતા, ત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે.
વિરપુરના લિમડાભાગોળના ગ્રામજનોમાં પાણીની સમસ્યા, તંત્રની બેદરકારી આવી સામે - problem
મહિસાગર: જિલ્લાના વિરપુર તાલુકાના લિમડાભાગોળ વિસ્તારમાં પ્રજા છેલ્લા પાંચ વર્ષથી પાણી માટે વલખાં મારી રહી છે. જ્યારે સ્થાનિક તંત્રને અનેક વાર રજુઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ નિરાકરણ ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
![વિરપુરના લિમડાભાગોળના ગ્રામજનોમાં પાણીની સમસ્યા, તંત્રની બેદરકારી આવી સામે](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3099635-thumbnail-3x2-virpur.jpg)
વિરપુર તાલુકાના લિમડાભાગોળ સ્થાનિક લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું નથી. વિરપુર ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારમાં નળ કનેક્શન વર્ષો પહેલાં આપવામાં આવ્યા છે. પણ આ નળમાં આજદિન સુધી પાણી આવ્યું નથી, વિરપુર ગ્રામ પંચાયતના કથળતા વહીવટના કારણે અહીં પ્રજાને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના લોકો ઉનાળાના તાપમાં પણ પોતાના માટે અને પશુઓ માટે માથે પાણીના બેડા લઈ દુર દુર સુધી પાણી માટે ભટકે છે. અને પૂરો દિવસ પાણી ભરવામાં પસાર કરે છે.
વિરપુર ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલ હેન્ડપંપો કેટલાક સમયથી બંધ હાલતમાં છે, છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું હેન્ડ પંપોનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. આજ બાબતની લેખિત રજૂઆત વિરપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી જાણ કરી હોવા છતાં સ્થાનિક જવાબદાર તંત્ર આ વિસ્તારની મુલાકાત લેતી નથી. સ્થાનિક લોકોની પાણીની સમસ્યાને દૂર કરી અને યોગ્ય સમયે પાણી મળી રહે તેવી ગ્રામજનોની માંગણી છે.