- કડાણા ડેમમાંથી પાણીની આવક 43,765 ક્યુસેક
- વણાકબોરી વિયરની હાલની સપાટી 226.25 ફૂટ
- વણાકબોરી વિયરમાંથી 38,000 ક્યુસેક પાણી છોડાયું
- 2.50 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે
મહીસાગર-બાલાસિનોર: સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં આવેલા મહી બજાજ સાગરમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર જીલ્લાના કડાણા જળાશયમાં પાણીની આવક વધી છે. જેના કારણે કડાણા ડેમના 4 ગેટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી બાલાસિનોર તાલુકામાં આવેલ વણાકબોરી વિયરમાં પાણીની આવક થતાં આ ડેમ દ્વારા આણંદ, ખેડા, નડિયાદ અને ખંભાત સહિતના 2.50 લાખ હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈ માટે તથા પીવાનું પાણી મળી રહેશે.
મહીસાગર કડાણા ડેમમાં હાલનું લેવલ 418.03 ફૂટ
કડાણા જળાશયમાં પાણીની આવક વધતા ડેમના 4 ગેટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને વણાકબોરી વિયર ડેમનું લેવલ 226.25 ફૂટ થયું છે. હાલમાં વણાકબોરી વિયરમાંથી 38,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ડેમ દ્વારા આણંદ, ખેડા, નડીયાદ અને ખંભાત સહિતના 2.50 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે પાણી પુરુ પાડવામાં આવે છે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા મહીસાગર કડાણા ડેમમાં હાલનું લેવલ 418.03 ફૂટ છે. કડાણા ડેમમાંથી 43,765 ક્યુસેક પાણી વણાકબોરી વિયરમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં વણાકબોરી ડેમમાં પાણીની આવક 35,735 ક્યુસેક છે.