ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં “ગંદકી મુકત” ભારત અભિયાનની ઉજવણીના ભાગરૂપે 731 ગામોમાં વોલ પેન્ટિંગની કામગીરી હાથ ધરાઇ

સમગ્ર દેશમાં 74માં સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતાની જાળવણી જાગૃતતા કાર્યક્રમો ચાલી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં “ગંદકી મુકત” ભારત અભિયાનની ઉજવણી 15મી ઓગસ્ટ સુધી પ્રત્યેક ગામોમાં કરવામાં આવી રહી છે. અભિયાનની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર, ગાંધી દર્શન રાજઘાટ નવી દિલ્હી ખાતે ખુલ્લુ  મૂકવામાં આવ્યું છે. ડિજિટલ અને આઉટડોર પ્રદર્શનોનું સંતુલિત મિશ્રણ સાથેનું હાઇટેક એડયુટેનમેંટ ફોર્મેટમાં સ્વચ્છતા સંબંધિ માહિતી, જાગૃતિ અને શિક્ષણ દ્વારા મહત્તમ નાગરિકોની સંલગ્નએતા સાથે રાષ્ટ્રિય સ્વચ્છતા કેન્દ્ર એક અનુભવ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે.

wall painting of swachhata abhiyan
મહીસાગરમાં “ગંદકી મુકત” ભારત અભિયાનની ઉજવણીના ભાગરૂપે 731 ગામોમાં વોલ પેન્ટિંગની કામગીરી હાથ ધરાઇ

By

Published : Aug 11, 2020, 7:36 PM IST

મહીસાગરઃ સમગ્ર દેશમાં 74માં સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતાની જાળવણી જાગૃતતા કાર્યક્રમો ચાલી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં “ગંદકી મુકત” ભારત અભિયાનની ઉજવણી 15મી ઓગસ્ટ સુધી પ્રત્યેક ગામોમાં કરવામાં આવી રહી છે. અભિયાનની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર, ગાંધી દર્શન રાજઘાટ નવી દિલ્હી ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ડિજિટલ અને આઉટડોર પ્રદર્શનોનું સંતુલિત મિશ્રણ સાથેનું હાઇટેક એડયુટેનમેંટ ફોર્મેટમાં સ્વચ્છતા સંબંધિ માહિતી, જાગૃતિ અને શિક્ષણ દ્વારા મહત્તમ નાગરિકોની સંલગ્નએતા સાથે રાષ્ટ્રિય સ્વચ્છતા કેન્દ્ર એક અનુભવ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે.

મહીસાગર જિલ્લામાં ગંદકી મુકતભારત અભિયાનની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રંભાઇ મોદીએ ગંદકી ભારત છોડોનો નારો આપી જન-જનને આ અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું છે. મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શનમાં અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવના સુચારૂ આયોજનમાં ગંદકી મુક્ત ભારત અભિયાનની કામગીરી હાથ ધરાઇ છે. ઉજવણીના ભાગરૂપે 11મી ઓગષ્ટના રોજથી ગ્રામ્ય કક્ષાએ જાહેર સ્થળો/દિવાલો ઉપર વોલ પેઇન્ટીંગ કરવા જેમાં ઓડીએફ પ્લસ અંગેના પેઇન્ટીગની ડિઝાઇન કરવી તેની સાથે સાથે સ્વચ્છતા માટેનું જન આંદોલનનું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું છે. તેમાં જિલ્લામાં 731 ગામોમાં ચાર રસ્તા, બસ સ્ટેન્ડ અને જાહેર અનુકુળ જગ્યાએ તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનેલ સામુહિક શૌચાલયોના વોલ પેન્ટિગની કામગીરી હાથ ધરાવામાં આવી છે. જયારે તમામ ગામોમાં કોવિડ-19 હેઠળ જરૂરી સાવચેતી રાખીનેઆ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ ઉજવણી અંતર્ગત 12 ઓગષ્ટમીના રોજ વૃક્ષારોપણ, 13મી ઓગષ્ટના રોજ ગંદકી મુક્ત મારૂં ગામના થીમ આધારિત ઓનલાઇન ચિત્ર સ્પર્ધા (ધોરણ 6 થી 8) નિબંધ સ્પર્ધા ધોરણ-9 થી 12 નું આયોજન કરવામાં આવનાર છે. અને 14મી ઓગષ્ટમીના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોખ્ખાઇ અને સ્વચ્છતા અંગેની ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે. જ્યારે 15 ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વના દિવસે સામાન્ય સભામાં ગામને ઓડીએફ પ્લસ ઘોષિત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details