ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં મતદાર યાદી સુધારણા અંગે બેઠક યોજાઈ, મતદાર યાદી સુધારવા 13 ડિસેમ્બર છેલ્લો દિવસ - ભારતીય ચૂંટણી પંચ

હાલમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા 1/1/21ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ સુધારણા કાર્યક્રમ હેઠળ મતદાર યાદીમાં નામ નોંધણી, નામ સુધારણા, નામ કમી તેમ જ સ્થળ ફેરફાર સહિતની કામગીરીની સમીક્ષા અંગે રોલ ઓબ્ઝર્વર રાજેશ માંજુના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

મહીસાગરમાં મતદાર યાદી સુધારણા અંગે બેઠક યોજાઈ, મતદાર યાદી સુધારવા 13 ડિસેમ્બર છેલ્લો દિવસ
મહીસાગરમાં મતદાર યાદી સુધારણા અંગે બેઠક યોજાઈ, મતદાર યાદી સુધારવા 13 ડિસેમ્બર છેલ્લો દિવસ

By

Published : Dec 12, 2020, 1:28 PM IST

  • મતદાર યાદી શુદ્ધતા બાબતે જેન્ડર રેશિયો અંગે મહિલાઓના ફોર્મ-6 અંગે ચર્ચા
  • પ્રત્‍યેક બૂથ લેવલ ઓફિસરને ખાસ સૂચના આપવા અપીલ
  • મતદાર યાદી સુધારણા અંગે યોજાયેલી બેઠકમાં પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપી

મહીસાગરઃ બેઠકમાં મતદાર યાદી શુદ્ધતા કાર્યક્રમમાં મતદાર યાદીમાં નામોની નોંધણી કરવી, મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં સુધારો કરવા અને અવસાન પામેલા, સ્થળાંતરિત મતદારોના નામ અને મતદાર યાદીમાંથી દૂર કરવા, ઓળખ કાર્ડમાં રહેલી ભૂલો દૂર કરવી, મતદારના કલર ફોટોગ્રાફ્સ મૂકવા, ઈમેજ સુધારવી સહિત મતદાર યાદી શુદ્ધતા બાબતે ખાસ ઝૂંબેશ રૂપે જેન્ડર રેશિયા અંગે મહિલાઓના ફોર્મ-6 અંગે ચર્ચા કરી હતી. નાયબ કલેક્ટર અને ડીઈઓ નેહા ગુપ્તાએ બેઠકમાં પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર, DDO, પ્રાન્ત અધિકારી સહિત મામલતદારો ઉપસ્થિત
નવીન મતદારોએ મતદાર યાદીમાં નામ દાખલ કરવા ફોર્મ નંબર 6, નામ સામે વાંધો લેવા અને રદ કરવા ફોર્મ નંબર- 7 તેમ જ વિગતમાં સુધારો કરવા ફોર્મ નંબર 8 અને નામ તબદીલ કરવા 8-કમાં અરજી કરવા અંગે આગામી 13 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન સમગ્ર રાજ્ય સહિત જિલ્‍લાના તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્‍યેક મતદાન મથક ખાતે બૂથ લેવલ ઓફિસર ખાસ સુચના આપવા અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર. બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પ્રાંત અધિકારી બાલાસિનોર અને સંતરામપુર, મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details