ભાજપના યુવા કાર્યકર્તાના જન્મદિનની ઉજવણીનો વીડિયો થયો વાઇરલ
- કવન પટેલ તલવારથી કેક કાપતા જોવા મળ્યા
- સ્થાનિક ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે વીડિયો વાયરલ થયા બાદ વીરપુર પોલીસને જાણ કરી
- વાયરલ વીડિયોમાં દેખાયેલા 7 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગ અને પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી
મહીસાગરઃ જિલ્લામાં ભાજપના યુવા કાર્યકર્તાના જન્મદિનની નિમિત્તે જાહેરમાં બીયરની બોટલોમાંથી દારૂની છોડો ઉછાળી અને કેક કપાઈ હોવાના એક વીડિયો વાઇરલ થતાં સમગ્ર મહિસાગર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.
બીયરની રેલમછેલ અને તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયો, 7 લોકો સામે કાર્યવાહી મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના યુવા મોરચાના કાર્યકર કવન પટેલ તલવારથી કેક કાપીને ટોળા વચ્ચે જન્મદિન ઉજવી રહ્યાનો વીડિયો વાઇરલ થયો હતો પરંતુ પોલીસના જાહેરનામાં મુજબ અનેક જિલ્લામાં તલવારથી કેક કાપવાની મનાઈ છે. વધુમાં રાજ્યમાં દારૂબંધી છે. આ ઉજવણીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવણી નહીં થતાં આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે વીરપુર પોલીસને જાણ કરી હતી. ઈટીવી ભારતે dysp નો સંપર્ક કરતાં આ સમગ્ર મામલે dysp એ જણાવ્યુ કે, તપાસમાં વાયરલ વીડિયોમાં દેખાયેલા 7 લોકોની ઓળખ કરી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગ અને પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ વીડિયોમાં અન્ય દેખાતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે કોંગ્રેસ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે પોલીસની ઢીલી નીતિ અને પોલીસ રાજકીય રીતે કામ કરતી હોવાના કરેલા આક્ષેપોને પોલીસે પાયાવિહોણા ગણાવ્યા છે અને વધુમાં આ વીડિયો વાયરલ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી કાર્યવાહી કરી હોવાનું મહીસાગર જિલ્લા dysp એન.વી.પટેલે જણાવ્યુ છે.