મહીસાગરઃ બાલાસિનોર મહીસાગર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલેન્ટાઈન ડેની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. જીવનમાં આવતા અનેક સંબંધો વચ્ચે જોડાયેલ લાગણી પણ એક પ્રેમ છે. ત્યારે આવા જ પ્રેમને બાળકો નાનપણથી જ સમજે, તે માટે આ દિવસને કેટલીક શાળાઓમાં માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
બાલાસિનોરની ખાંડીવાવ પ્રાથમિક શાળામાં માતૃ પૂજન દિવસ તરીકે ઉજવાયો વેલેન્ટાઈન ડે
આજની પેઢીના યુવાઓ દર વર્ષે એકબીજાને ગુલાબનું ફૂલ અથવા તો, કોઈ ભેટ સોગાત આપીને વેલેન્ટાઈન ડે ઉજવતા હોય છે. બાલાસિનોરમાં વેલેન્ટાઈન ડેના દિવસે માતા-પિતાની પૂજા કરી અનોખી રીતે ઉજવાય છે.
ખાંડીવાવ પ્રાથમિક શાળામાં માતૃ પૂજન દિવસ તરીકે ઉજવાયો વેલેન્ટાઇન ડે
બાલાસિનોર તાલુકાની ખાંડીવાવ પ્રાથમિક શાળામાં વેલેન્ટાઈન ડેની ઉજવણી માતૃ પૂજન કરી કરવામાં આવી હતી. નાના ભૂલકાઓ તેમજ બાળકોએ પોતાની માતાની પૂજા-આરતી કરી આશીર્વાદ મેળવી આ દિવસને અનોખી રીતે ઉજવ્યો હતો.