ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોરના ડાયનોસોર ફોસિલ પાર્કમાં સફાઈ કાર્યક્રમ યોજાયો - vagdo charitable trust

મહિસાગરઃ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વગડો ચેરીટેબલ ટ્રસ્ટ, સાઠંબા દ્વારા બાલાસિનારના ડાયનોસોર ફોસિલ પાર્કમાં  પ્લાસ્ટિકના કચરાનું પ્રદૂષણ દૂર કરવા માટે પ્લાસ્ટિકનો કચરો વીણી સફાઈ કામ કરવામાં આવ્યું હતું.

બાલાસિનોરના ડાયનોસોર ફોસિલ પાર્કમાં સફાઈ કાર્યક્રમ યોજાયો.

By

Published : Jun 6, 2019, 2:17 AM IST

થોડા દિવસો પૂર્વે જ ખુલ્લા મુકાયેલ ડાયનોસર પાર્કમાં યોજાયેલ સફાઈ અભિયાનમાં વગડો ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ રાજ પટેલ તથા 10 વોલેન્ટીયર જોડાયા હતા, આ ઉપરાંત બાલાસિનોર વનવિભાગના RFO સહિત તથા સ્ટાફના કર્મચારીઓ અભિયાનમાં જોડાયા હતા.

બાલાસિનોરના ડાયનોસોર ફોસિલ પાર્કમાં સફાઈ કાર્યક્રમ યોજાયો.

2 કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિને પર્યાવરણનું જતન કરવા માટેની માહિતી અપાઈ હતી. પ્લાસ્ટિકના વધતાં જતાં ઉપયોગને કઈ રીતે નિયંત્રણ કરી શકાય તેમ જ પ્લાસ્ટિક પ્રદૂષણ કઈ રીતે નિયંત્રણમાં આવી શકે તે માટેનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details