- મહીસાગર જિલ્લામાં આજથી 4 સ્થળ પર વેક્સિનેશન શરૂ
- જિલ્લામાં 9,280 કોરોના વેક્સિનનો ડોઝ સ્ટોરેજ રખાયો છે
- સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિનેશન હાથ ધરવામાં આવશે
- પ્રથમ તબક્કામાં જિલ્લામાં 400 વ્યક્તિઓને વેક્સિન અપાશે
- કેન્દ્ર દીઠ 100 વ્યક્તિઓને કોરોના વેક્સિન અપાશે
લુણાવાડાઃ આજથી દેશ સહિત ગુજરાતમાં પણ વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ 4 સ્થળ પર વેક્સિનેશન શરૂ થઈ ગયું છે અને આ માટેની તમામ તૈયારીઓ મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ થઈ ગઈ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નીલ શાહે જણાવ્યું હતું.
મહીસાગરમાં પ્રથમ તબક્કામાં 400 લોકોને કોરોના વેક્સિન અપાશે
મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં અર્બન હેલ્થ સેન્ટર તેમ જ બાલાસિનોર, સંતરામપુર અને કડાણામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશન હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં જિલ્લામાં 400 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવશે. આમાં દરેક વેક્સિનેશન કેન્દ્ર પર 100 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવશે.