- રસી મૂકાવવા વેક્સિનેશન અભિયાન
- લુણાવાડાના APMCમાં શાકભાજીના વેપારીઓ, બસ સ્ટેન્ડના કર્મચારીઓએ રસી મૂકાવી
- લાભાર્થીઓ રસીકરણ મૂકાવ્યા બાદ સંપૂર્ણ સુરક્ષિત છે
મહીસાગર :કોરાના સામે રક્ષણ મેળવવા માટે કોરોના વેક્સિન મૂકાવવી જરૂરી છે. સમગ્ર દેશ અને ગુજરાતમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ માટે કોરાના વેક્સિનેશન અભિયાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના APMCમાં શાકભાજીના વેપારીઓ તેમજ લુણાવાડા બસ સ્ટેન્ડના કર્મચારીઓ અને બસ સ્ટેન્ડમાં આવતા પ્રવાસીઓ માટે કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકાવે તે માટે વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રસી મૂકાવેલા લાભાર્થીઓએ અન્ય વ્યક્તિઓને પણ કોરોના રસી મૂકાવવા અપીલ કરી હતી.
ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસમાં ચિંતાજનક વધારો થયો
સમગ્ર દેશ અને ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસમાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે સરકાર દ્વારા કોરોના વેક્સિન મૂકાવી કોરોના સામે રક્ષણ મેળવવા 45 વર્ષથી વધુ વયના તમામ વ્યક્તિઓ માટે વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવેલા APMCમાં શાકભાજીના વેપારીઓ માટે તેમજ લુણાવાડા બસ સ્ટેન્ડના કર્મચારીઓ અને બસ સ્ટેન્ડમાં આવતા પ્રવાસીઓ માટે કોરાના સામે રક્ષણ આપતી રસી મૂકાવે તે માટે વેક્સિનેશન અભિયાન હાથ ધરાયુ હતું.