ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બહેનો અને બાળકો માટે રસીકરણ ઝૂંબેશ હાથ ધરાઈ

22મી ફેબ્રુઆરીથી ગુજરાતમાં આરંભ થયેલા અભિયાન અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટરની આરોગ્ય કર્મચારીઓની ટિમ દ્વારા મિશન ઇન્દ્રધનુષ હેઠળ શહેરી સ્લમ વિસ્તારોમાં જઈને રસીકરણ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બહેનો અને બાળકો માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ
લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બહેનો અને બાળકો માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ

By

Published : Feb 24, 2021, 5:06 PM IST

  • અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બહેનો અને બાળકો માટે રસીકરણ કરાયું
  • બાળકો અને મહિલાઓને જુદા જુદા રોગ માટેની રસી અપાઈ
  • સ્લમ વિસ્તારમાં રસીકરણ સેવાથી વંચિત રહી ગયેલા બાળકોને રસી
  • રસીકરણના પ્રથમ રાઉન્ડમાં વિવિધ બીમારી સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણ

મહીસાગર: આરોગ્ય વિભાગ ગુજરાત દ્વારા બાળકો અને મહિલાઓને જુદા જુદા રોગ માટેની રસી આપવાની ઝૂંબેશનેં 22મી ફેબ્રુઆરીથી ગુજરાતમાં આરંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સ્લમ વિસ્તારમાં રહેતી બહેનો અને બાળકોને વિવિધ રોગ સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બહેનો અને બાળકો માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ

ઘરે ઘરે જઈને બાળકોને રસી આપવામાં આવે છે

આરોગ્ય વિભાગ ગુજરાત દ્વારા બાળકો અને મહિલાઓને જુદા જુદાં રોગ માટેની રસી આપવાની ઝુંબેશનેં 22મી ફેબ્રુઆરીથી ગુજરાતમાં આરંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરની આરોગ્ય કર્મચારીઓની ટિમ દ્વારા મિશન ઇન્દ્રધનુષ હેઠળ શહેરી સ્લમ વિસ્તારોમાં, ગીચવસ્તીવાળી અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આવેલી વસાહતોમાં ઘરે ઘરે જઈને પૂછપરછ કરી રસી ન મેળવી હોય તેવા બાળકોની યાદી તૈયાર કરી હતી અને રસીકરણની સેવાથી વંચિત રહી ગયેલા બાળકોને રસી આપવામાં આવી રહી છે. રસીકરણના પ્રથમ રાઉન્ડમાં ઝેરી કમળો, બાળ ટી.બી. , પોલિયો, ડિપ્લેરિયા, ઊટાટિયું, ધનુર, હિબ બેક્ટરિયાથી થતાં ન્યુમોનિયા, મગજનો તાવ, જેવા રોગો તથા રોટા વાયરસથી થતાં ઝાડા, ઓરિ અને રૂબેલા જેવી બીમારી સામે રક્ષણ મળી રહે તે માટે આ રસીઓ આપવામાં આવી રહી છે. જેથી બહેનો અને બાળકોને વિવિધ રોગ સામે રક્ષણ મળી શકે.

ABOUT THE AUTHOR

...view details