મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા તાલુકામાં તમામ પૂરવઠા અને આવશ્યક ચીજવસ્તુના વહન માટે e-પરમીટની શરૂઆત કરવામાં આવી છે. જો તમે વેપારી છો અને તમારે વાહન પાસની જરૂરિયાત હોય તો મામલતદાર લુણાવાડા કચેરીની પુરવઠા શાખાના મોબાઈલ નંબર 9537283521 પર વોટ્સએપથી તમારા ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે.
લુણાવાડા મામલતદાર કચેરી દ્વારા પૂરવઠો-આવશ્યક ચીજવસ્તુઓના વહન માટે 30 જેટલી e-પરમીટ ઈસ્યુ કરાઇ - મહીસાગર ન્યૂઝ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં તમામ પૂરવઠા અને આવશ્યક ચીજવસ્તુના વહન માટે e-પરમીટની શરૂઆત કરવામાં આવી છે.
મામલતદાર કચેરી દ્વારા પુરવઠો-આવશ્યક ચીજવસ્તુઓના વહન માટે 30 જેટલી e-પરમીટ ઈસ્યુ કરાઇ
જે ડોક્યુમેન્ટ e-પરમીટ આપના મોબાઇલ પર આવશે એ પણ એક દિવસ અગાઉ મેળવી લેવાની રહેશે. તેનો સમય સવારે 10:00થી બપોરના 14:00 કલાક સુધી પરમીટની પ્રિન્ટ કાઢી વાહન ઉપર લગાડવાની રહેશે. અત્યાર સુધી 30 જેટલી e-પરમીટ ઈસ્યુ કરવામાં આવેલ છે.એમ મામલતદાર લુણાવાડાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.