ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગર પંથકમાં કમોસમી વરસાદ, ડાંગરના પાકને નુકશાન - unwanted rain fall troubling farmers of mahisagar

મહિસાગર: મહિસાગર પંથકના વાતાવરણમાં મંગળવારે અચાનક પલટો જોવા મળ્યો હતો અને જિલ્લા સહિતના ગામોમાં એકાએક વરસાદ ત્રાટક્યો હતો. જેથી ખેડૂત આલમમાં ચિંતા વધી છે. અચાનક વરસેલા વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવાની ભીંતી સેવાઇ રહી છે. આ કમોસમી વરસાદથી ખેતરોમાં પાક તેમજ પશુઓ માટેના ઘાસચારાને નુકસાન થયું છે.

મહિસાગર પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતોનો ડાંગરના પાકને નુકશાન

By

Published : Oct 30, 2019, 11:52 PM IST

ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને બે ઋતુ અનુભવાઈ રહી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી પડી રહી છે અને બપોરે ગરમી પડી રહી છે. ત્યારે જિલ્લાના વાતાવરણમાં મંગળવારે અચાનક પલટો આવતાની સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. મહિસાગર પંથક સહિતના અનેક ગામોમાં અડધો કલાક સુધી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં કોઈક જગ્યાએ ધીમીધારે તો કોઈક જગ્યાએ ઝરમર વરસાદ વરસ્યો હતો.

મહિસાગર પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતોનો ડાંગરના પાકને નુકશાન

કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે બાલાસિનોર તાલુકાના ડખરીયામાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલી ડાંગર આડી પડી ગઈ છે. તેમજ પશુઓ માટે ઘાસચારો પલળી ગયો હતો. જિલ્લામાં બાજરી, કપાસ, મગફળી, સહિતના ઉભા પાક તૈયાર હોઈ અને માત્ર ગણતરીના દિવસોમાં જ આ પાકનું વેચાણ થવાનું હોય ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.



ABOUT THE AUTHOR

...view details