મહીસાગર: સમગ્ર દેશમાં હાલ કોરોના વાઈરસની મહામારીથી બચવા લોકડાઉન ચાલી રહ્યું છે. આવા સમયે રોજનું કમાઈને રોજ ખાતા શ્રમિકો-ઘર વિહોણા અને નિરાધાર લોકોને રોજ બરોજ ગરમ જમવાનું મળી રહે તે માટે સ્વામિનારાયણ મંદિર લુણાવાડા તેમજ કાછીયા પટેલ સમાજ યુવક મંડળ દ્વારા સવાર સાંજ જમવાનું બનાવી ગામે ગામમાં જઈને ભૂખ્યાને ભોજન આપવાનું સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
કોરોના મહામારીમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા સમાજ સેવા, નિરાધાર લોકોને આપ્યું બે ટાઈમનું ભોજન
નોવેલ કોરોના વાઈરસના (કોવિડ-19) સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉનના સમય દરમિયાન સ્વામિનારાયણ મંદિર લુણાવાડા તેમજ કાછીયા પટેલ સમાજ યુવક મંડળ દ્વારા સવાર સાંજગરમાં ભૂખ્યાને ભોજન આપવાનું સેવાભાવી કાર્ય કરવામાં આવી રહ્યું છે.
સ્વામિનારાયણ મંદિરની અનોખી સમાજ સેવા, ભુખ્યાને આપે છે 2 ટંક જમવાનું
લુણાવાડા કાછીયા પટેલ સમાજના યુવકો દ્વારા લુણાવાડા નગરપાલિકા વિસ્તાર તેમજ લુણાવાડા તાલુકાના વિવિધ ગામે ગામ જઈ લોકડાઉન દરમિયાન રોજનું રળી જીવન ગુજારતા શ્રમિકો-ઘર વિહોણા અને નિરાધાર 500થી વધુ લોકોને સવાર સાંજ ભોજન આપવાનું સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.