ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 146 - મહીસાગરમાં કોરોના કેસ

સમગ્ર વિશ્વ અને દેશમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. બે દિવસના વિરામ બાદ આજે શનિવારે લુણાવાડા અને વિરપુરમાં એક-એક કેસ નવા સામે આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લામાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 146 થવા પામી છે.

મહીસાગર
મહીસાગર

By

Published : Jun 28, 2020, 2:59 PM IST

લુણાવાડા: મહીસાગર જિલ્લામાં આજે શનિવારે 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના લુણાવાડામાં એક અને વિરપુરમાં એક પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં શનિવારે 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અત્યારસુધી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંક 146 પર પહોંચ્યો છે. જેમાંથી 126 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. બીજી તરફ, 02 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત અન્ય કારણથી બે દર્દીના મોત થતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 04 નોંધાયો છે.

નોંધનીય છે કે, જિલ્લામાં અત્યારસુધી કોરોનાના કુલ 4144 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ 118 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈનમાં રખાયા છે. જ્યારે 16 દર્દીઓ સામાન્ય હાલતમાં છે.

જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓની માહિતી...

  • કે.એસ.પી. હોસ્પિટલમાં 08 દર્દી
  • બાલાસિનોરની ટ્રી-કલર હોસ્પિટલ 01 દર્દી
  • વડોદરાની કરમસદ મેડિકલ કોલેજમાં, 03 દર્દી
  • આણંદની યુ.એન.મહેતાની હોસ્પિટલમાં 01 દર્દી
  • અમદાવાદમાં આઈસોલેશનમાં 01 દર્દી
  • વડોદરાની ગુજરાત મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલમાં 01 દર્દી
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 01 દર્દી સારવાર હેઠળ છે.

આમ, જિલ્લામાં વધતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાના કારણે જિલ્લા વહીવટી તંત્ર કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમ છતાં દિનપ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે દર્દીઓને વિવિધ કોરોના કેર સેન્ટરમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details