મહીસાગર: આજે દેશભરમાં હોળીના તહેવારની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે મહિસાગર જિલ્લામાં પણ તમામ જગ્યાએ હોળીના તહેવારની ઉજવણી થઈ છે. હર્ષોલ્લાસના માહોલમાં હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો પોતાની આગવી સંસ્કૃતિથી આ તહેવારને ઉજવતા જોવા મળ્યા, જેમાં અંગારા પર લોકો ચાલે છે.
હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો મહાત્મ્ય ધરાવતો તહેવાર છે. ફાગણ સુદ એકમથી જ આ તહેવારની ઉજવણી માટેની તૈયારી શરૂ થઈ જાય છે. પેટિયું રડવા બહારગામ જતા આદિવાસીઓ આ સમયે અચૂક વતન આવી પહોંચે છે. દૂર નોકરી કરતા લોકો પણ આ દિવસે જરૂરથી વતને આવતા હોય છે. ખાવલા, પીવલા ને નાચુલા માટે અતિ પ્રિય આ આદિવાસીઓ હોળીના તહેવાર દરમ્યાન ગીતો ગાઇ ઢોલ, તારપું, પાવી, કાંહળી, ઢોલક-મંજીરાં વગેરે વાદ્યોની મસ્તીમાં ઝુમી ઊઠે ત્યારે તોએવું વાતાવરણ સર્જાઈ ઊઠે કે, જાણે એમનાં નૃત્યને નિહાળવા દેવતાઓ પણ ઉતરી આવતા હોય.
આદિવાસીઓ દ્વારા આગવી સંસ્કૃતિ અને પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી, લોકો ચાલે છે અંગારા પર... - આદિવાસીઓની હોળીની પરંપરા
આજે દેશભરમાં હોળીના તહેવારની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે મહિસાગર જિલ્લામાં પણ તમામ જગ્યાએ હોળીના તહેવારની ઉજવણી થઈ છે. હર્ષોલ્લાસના માહોલમાં હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. જિલ્લાના તમામ જગ્યાઓ પર હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો પોતાની આગવી સંસ્કૃતિથી આ તહેવારને ઉજવતા જોવા મળ્યા હતા.
trible area in mahisagar trible area in mahisagar
ગુજરાતના આદિવાસી વિસ્તારના ગામડે-ગામડે હોળી પ્રગટાવાય છે. હોળીબાઈના ગીતો ગવાય છે. સામાન્ય રીતે આદિવાસીઓ આમલી અગિયારસથી હોળીના તહેવારની ઉજવણી શરૂ કરે છે. આ દિવસે ઠેર-ઠેર મેળાઓ અને હાટો ભરાય છે. દેશી ઢોલ દેશી તાલ અને આદિવાસી નૃત્ય કીકીયારીઓથી આદિવાસી ગામડાઓ ગુંજી ઉઠે છે અને આ હોળીનો ઉત્સવ 17 દિવસ સુધી ચાલે છે.
Last Updated : Mar 10, 2020, 12:16 PM IST