મહીસાગર:જિલ્લાના સંતરામપુર તાલુકાના(Santrampur taluka of Mahisagar) ખેડાપા ગામના કાંકરા ડુંગરા ફળીયામાં ગત મોડી રાત્રે વરસાદના કારણે કાચું ઝૂંપડું ધરાશયી(Raw hut collapsed) થતા એક વૃધ્ધા અને એક બાળકીનું મૃત્યુ થયું છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભારે પવન અને વરસાદના કારણે કાચું ઝૂંપડું ધરાશયી થતા બેના મૃત્યું આ પણ વાંચો:Rainfall in Narmada : ગુજરાતના આ ગામમાં સિઝનનો પહેલો વરસાદ બન્યો કાળ
73 મિમી વરસાદ એક દિવસમાં - મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ગત મોડી રાત્રે પવન સાથે 73 મિમી વરસાદ થયો હતો. ભારે પવન અને વરસાદના કારણે સંતરામપુર તાલુકા ખેડાપા ગામના કાંકરા ડુંગરા ફળીયામાં રહેતા કોદર ભાઈ પારધીનું કાચું ઝૂંપડું ધરાશયી થતા 56 વર્ષીય વૃધ્ધા સવિતાબેન અને બે વર્ષની બાળકી સૃષ્ટિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો:Heavy Rain: છોટાઉદેપુરમાં ભારે વરસાદ અને પવનના કારણે ખેડૂતોના પાક નમી ગયાં
રાજયકક્ષાના પ્રધાન અને સંતરામપુર ધારાસભ્યે દુખની લાગણી વ્યક્ત કરી -જ્યારે કોદર પારધી ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર દુઃખદ ઘટના અંગે રાજયકક્ષાના પ્રધાન અને સંતરામપુર ધારાસભ્ય(Minister of State and Santrampur MLA) ડો. કુબેર ડીંડોરે દુઃખની લાગણી વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી હતી.