ગુજરાત

gujarat

ETV Bharat / state

મળો આ મહિલાને જે શ્વેત ક્રાંતિ થકી કમાય છે વાર્ષિક 12 લાખ...

મહીસાગર: જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે સાહસ ખેડી પશુપાલન વિભાગની 12 દુધાળા પશુ યોજના થકી એક મહિલાએ વાર્ષિક 12 લાખની આવક મેળવી છે. સાથે જ ગામની અન્ય મહિલાઓને પણ સરકારની આ યોજનાનો લાભ લઇ સ્વનિર્ભર થવા પ્રેરણા પુરી પાડે છે.

સ્પૉટ ફોટો

By

Published : Jul 9, 2019, 9:35 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2022 સુધીમાં દરેક ખેડૂત પરિવારની આવક બમણી કરવાની આકાંક્ષા સેવી રહ્યા છે , ત્યારે શ્વેત ક્રાંતિ થકી આર્થિક સધ્ધરતા મેળવવામાં સાર્થક પગલુ ભરવાની દિશામાં મહીસાગર જિલ્લાની મહિલાએ પોતાના પરિવારની આવક બમણી કરવા સશક્ત કદમ ભર્યુ છે. જેનુ ઉત્તમ ઉદાહરણ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વેલણવાડા ગામની મહિલા પશુપાલક સુધાબેન અમૃતભાઇ પટેલે રાજ્ય સરકારની સ્વ રોજગારની 12 દુધાળા પશુઓની ડેરી યુનિટ સ્થાપના યોજના થકી પશુપાલન દ્વારા આર્થિક સધ્ધરતા સાથે અન્યને પ્રેરણાદાયી બન્યા છે.

અન્ય મહિલાઓને સ્વનિર્ભર થવા પ્રેરણા પુરી પાડે છે

પંચામૃત દુધ સંઘ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લુણાવાડાના સહયોગથી વેલણવાડા ગામની મહિલા પશુપાલક સુધાબેન અમૃતભાઇ પટેલે વધુ ગાયો સાથે મોટા તબેલાનું સાહસ પણ ખેડયું છે. આ મહિલા પશુપાલકની સિધ્ધિ છે કે પશુપાલન વિભાગની યોજનાનો લાભ લઇને શ્વેત ક્રાંતી થકી પોતાની આવક વૃધ્ધિ કરીને ભારત સરકાર અને વડાપ્રધાનની આકાંક્ષાઓ અને આશાઓ પર ખરા ઊતરવામાં એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

પશુપાલન વિભાગની 12 દુધાળા પશુ યોજના થકી સ્વ રોજગારી મેળવી

આ યોજના અંતર્ગત સ્વ રોજગારી હેતુ માટે 12 દુધાળા પશુઓનું ડેરી યુનિટ સ્થાપના યોજના વર્ષ 2018-19 માટે મહીસાગર જીલ્લા પંચાયતના પશુપાલન વિભાગ તથા પંચામૃત દૂધ સંઘ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લુણાવાડા દ્વારા 7 લાખની લોન મંજુર કરવામાં આવી હતી. જેમાં તેમને કેટલ શેડ, મળેલી લોનની વ્યાજમાં સહાય તથા પશુ વિમો ઉપરાંત મિલ્કીંગ મશીન, ફોગર સહીત યુનીટ સ્થાપનામાં 2.50 લાખની સહાય આપવામાં આવી હતી. પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિની દિશામાં સાહસ ભર્યુ કદમ ભરતા સુધાબેને 12 ગાયો થકી રોજનુ 200 લીટરનું દુધ ઉત્પાદન મેળવી આર્થીક સધ્ધરતા મેળવી છે. દૈનિક 200 લીટરના દુધ ઉત્પાદનથી તેમને દર મહિને 1.20 લાખની આવક મેળવે છે જેમાં અડધા ઉપરાંતની આવકનો ખર્ચ પેટે બાદ કરતા દર મહિને 50 હજારથી 60 હજારનો નફો મેળવે છે.

શ્વેત ક્રાંતિ થકી વાર્ષિક 12 લાખની કરી કમાણી

આ ઉપરાંત છાણીયુ ખાતરનો પોતાના ખેતરમાં ઉપયોગ કરી ખેત ઉત્પાદનમાં પણ વધારો મેળવે છે. પોતાની ખેતીની જમીનમાં વાપરતા વધેલું છાણીયું ખાતર વેચાણ કરી પુરક આવક મેળવે છે. આધુનિક દુધ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી શ્રમમાં ઘટાડો કરેલ છે. પશુપાલન વિભાગની આ યોજનાનો સુધાબહેને તો લાભ મેળવ્યો છે જ ,પરંતુ તેઓ ગામની અન્ય મહિલાઓને પણ સરકારની આ યોજનાનો લાભ લઇ સ્વનિર્ભર થવા પ્રેરણા પુરી પાડે છે.

ABOUT THE AUTHOR

...view details