મહીસાગર: ભારતના આયુષ મંત્રાલયે પણ કોરાનાની સારવારમાં આયુર્વેદિક/હોમિયોપેથિક દવાના ઉપયોગ માટે ભલામણ કરી છે. અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. કોરાના સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શક્તિ વધારવી એજ ઉપાય છે, એ આયુર્વેદિક/હોમિયોપેથી દવા થકી પ્રાપ્ત થઇ રહી છે.
ગુજરાતમાં કોરાનાના સંક્રમણને રોકવા તેમ જ કોરોનાગ્રસ્તોની સારવારમાં નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન મુજબ આયુર્વેદિક/હોમિયોપેથી દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહીસાગર
જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ તાલુકા હેલ્થ ઓફિસરો, તાલુકા આરોગ્ય અધિકારીઓ, તાલુકા ફીમેલ હેલ્થા વર્કર, આશા વર્કર બહેનો, સરપંચચો, પ્રાથમિક શિક્ષકો, સેવાભાવી-સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકોનો પણ જિલ્લાના તમામ તાલુકામાં તથા ગામડાઓમાં આયુર્વેદિક ઉકાળો, શંશમનીવટી તથા આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં સહયોગ સાંપડી રહ્યા છે.
આ ઉપરાંત જિલ્લામાં સગર્ભા મહિલાઓની પણ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. જયારે જિલ્લાના વિવિધ ગામોમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરીને યુવાનો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની તપાસ કરવામાં આવી રહી છે.