- નાના સોનેલા ગામે કેનાલમાં ગાબડું પડ્યુ
- કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયાં
- ઘઉં, ચણા, રાયડો, અને મગફળી સહિતના ઉભા પાકને નુકસાન
મહિસાગરઃ જિલ્લાના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે કડાણા ડાબા કાંઠાની માઇનોર કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે. ગુરુવારે સવારે નાના સોનેલાં ગામેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા કેનાલ નજીક આવેલા ખેતરોમાં ઢીંચણ સમાં પાણી ભરાયા છે.