- ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશને ચેસ સ્પર્ધા યોજી
- હર્ષ વાળંદ પ્રથમ નંબરથી વિજેતા જાહેર
- સ્કૂલના આચાર્ય તેમજ મંત્રીએ હર્ષને અભિનંદન પાઠવ્યા
મહીસાગર: જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલા સી.એમ.દેસાઈ હાઇસ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હર્ષ વાળંદે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશને અમદાવાદમાં યોજેલી રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ચેસ સ્પર્ધામાં ગુજરાતના 32 જિલ્લાની તમામ અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી ચેસ સ્પર્ધામાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સી.એમ.દેસાઈ હાઇસ્કૂલના હર્ષ વાળંદ રાજ્યમાં પ્રથમ નંબરથી વિજેતા જાહેર થયો હતો.