- જિલ્લામાં જ લેબની શરૂઆત થતાં નિયત સમયમાં RT-PCR ટેસ્ટનું પરીણામ મેળવી શકાય
- જિલ્લામાં રોજના 3.0 લીટર મીડિયામાંથી આશરે 1,000ની આસપાસ VTM ટ્યુબ બને છે
- VTM ટ્યુબ મળતા કોરોના અંગે RT-PCR ટેસ્ટની કામગીરી ઝડપી અને સરળ બની
મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીએ જિલ્લાના આરોગ્ય વિભાગના પ્રસંશનીય પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત સપ્તાહથી RTPCR લેબ શરૂ થઇ છે. અગાઉ આ ટેસ્ટ માટે વડોદરા અને અન્ય સ્થળોએ સેમ્પલ મોકલવામાં આવતા હતા. જેમાં પરીણામ આવતા સમય લાગતો હતો. હવે જિલ્લામાં જ લેબની શરૂઆત થતાં નિયત સમયમાં ટેસ્ટનું પરીણામ આવી જાય છે અને દિવસ દરમિયાન હાલમાં ત્રણ બેચમાં 270 જેટલા RTPCR ટેસ્ટનું પરીણામ મેળવી શકાય છે.
VTM ટ્યુબ મળતા કોરોના અંગે RT-PCR ટેસ્ટની કામગીરી ઝડપી અને સરળ બની આ પણ વાંચોઃ જામ ખંભાળિયામાં RTPCR ટેસ્ટમાં વિલંબ, પાંચ-છ દિવસે રિપોર્ટ આવે
દરરોજ 1000 VTM ટ્યુબ બની રહી છે
વધુમાં તેમણે નવતર અભિગમ સાથે VTM મીડીયા ટ્યુબના જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવેલા નિર્માણની સુંદર કામગીરી અંગે ખુશી વ્યક્ત કરતા રોજના 1,000 VTM ટ્યુબ બની રહી છે. જેનાથી ગુણવત્તા, સમયની બચતની સાથે સાથે ખર્ચમાં પણ ઘટાડો થયો છે. લેબ ટેકનિશિયન વંદનાબેનના જણાવ્યા અનુસાર RT-PCR ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતી VTM ટ્યુબ બનાવવા માટેની કામગીરી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી એસ. બી. શાહના માર્ગદર્શનમાં વડોદરા ખાતે ટેકનિશિયન ટ્રેનીંગ મેળવી મહીસાગર જિલ્લા પંચાયત કચેરી ખાતે શરૂ કરવામાં આવી છે.
રોજની 1,000 VTM મીડીયા ટ્યુબ બનાવવામાં આવે છે
આ ટયુબ બનાવવામાં 10.79 ગ્રામ ફોસ્ફટ બફર સલાઈન પાઉડર, 1 લીટર ડીસ્ટીલ વોટરમાં મિશ્રણ કરીને ગેસ પર 4-5 મિનિટ ગરમ કર્યા બાદ 121 ડીગ્રી સેલ્સિયસ પર 15 IBS પ્રેસર પર ઓટોક્લેવમાં 15 મિનિટ માટે સ્ટરીલાઇઝ કરવામાં આવે છે. ત્યારબાદ મિશ્રણને લેમિનાર એર ફલોમાં મૂકી 7.0 ml જેન્ટામાઇસીન અને 20 ml બેન્ઝાઇલ પેનીસીલીન ઇન્જેક્શન ઉમેરી તૈયાર થયેલી મીડિયાને 15 ML સ્ક્ર્યુ કેપ ટ્યુબમાં 3.0 ML ટ્રાન્સફર કરી તૈયાર થયેલી VTM ટ્યુબને ફ્રીઝમાં 2-8 ડીગ્રી પર સ્ટોર કરવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં રોજના 3.0 લીટર મીડિયા બનાવવામાં આવે છે જેમાંથી આશરે 1,000ની આસપાસ VTM ટ્યુબ બને છે.
જિલ્લામાં જ લેબની શરૂઆત થતાં નિયત સમયમાં RT-PCR ટેસ્ટનું પરીણામ મેળવી શકાય આ પણ વાંચોઃ રાજકોટમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની સુવિધાનો પ્રારંભ
1 VTM ટ્યુબ અંદાજે 70થી 80 રૂપિયાનો ખર્ચ હતો જે હવે 25થી 30 રૂપીયામાં તૈયાર થાય છે
અગાઉ સરકાર દ્વારા 1 વી.ટી.એમ ટ્યુબ અંદાજે 70 થી 80 રૂપીયાનો ખર્ચ થતો હતો. જે હવે જિલ્લા કક્ષાએ અંદાજીત 25થી 30 રૂપીયાના ખર્ચમાં તૈયાર થાય છે. જેના થકી પ્રતિદિન અંદાજીત પચાસ હજાર રૂપિયા સુધીની બચત થાય છે. મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગના આ નવતર અને પ્રસંશનીય અભિગમના પગલે સરળતાથી ગુણવત્તાયુક્ત જરૂરી માત્રામાં સમયસર VTM ટ્યુબ મળતા કોરોના અંગે RT-PCR ટેસ્ટની કામગીરી ઝડપી અને સરળ બની છે.