- આરોગ્ય વિભાગ દ્વારા સર્વે રેપીડ એન્ટિજન અને આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા
- નગરના વિવિધ વિસ્તારોમાં હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બમની ગોળીઓનું વિતરણ કરાયું
- તબીબોની 9 ટીમોએ ગામના અગ્રણીઓ સાથે મુલાકાત કરી પરિસ્થિતિની ચર્ચા કરી
લુણાવાડાઃ મહીસાગરના લોકો કોરોનાને ગંભીરતા ન લેતા હોવાથી તંત્ર લોકોને જાગૃત કરી રહ્યું છે. લોકોને કોરોના માર્ગદર્શિકા અંગેનું માર્ગદર્શન આપી રહ્યું છે. આરોગ્ય કેન્દ્ર દ્વારા 9 ટીમ બનાવી છે. આ ટીમો તથા ધન્વંતરી આરોગ્ય રથ અને આરબીએસકેની ટીમ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી અને સરવે કરવામાં આવ્યું હતું. જયારે સામાન્ય લક્ષણો ધરાવતા હોય તેઓના રેપીડ એન્ટીજન અને RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાગરિકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બમની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.