લુણાવાડાઃ કોરોના સંકટકાળમાં પણ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા મહીસાગર જિલ્લામાં પણ ગ્રામીણ અર્થતંત્રને વેગવંતુ બનાવવાની દિશામાં પશુપાલનનો વ્યવસાય કરી આર્થિક પ્રગતિની દ્રઢ ઈચ્છા શક્તિ ધરાવતા પશુપાલકો માટે ઘનિષ્ઠ સહિયારા પ્રયાસોથી બે ગાયની ધિરાણ આપવાની યોજનાનો નવતર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
દૂધ મંડળીના પશુપાલકોને આ પ્રોજેક્ટ અંતર્ગત લોન મંજૂરી
આત્મનિર્ભર પ્રોજેકટ અંતર્ગત દૂધ મંડળીના પશુપાલકોને બે ગાયો માટે લોન મંજૂરીપત્રો આપવામાં આવ્યા
મહિસાગરમાં પશુપાલકો માટે સારા સમાચાર છે. જિલ્લામાં વડાપ્રધાનના આત્મનિર્ભર સંકલ્પને ધ્યાને લઈ પશુપાલકો માટે બે ગાયની ધિરાણ આપવાની યોજનાનો નવતર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
mahisagar
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેન્ક ઓફ બરોડા અને દૂધમંડળીઓ સાથેનો MOU કરીને પશુપાલકોને બે ગાય માટે લોન આપી નવતર આત્મનિર્ભર પ્રોજેકટને પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રારંભિક તબક્કામાં વિરપુર તાલુકાની ત્રણ દૂધ મંડળીઓ હાંડીયા, વરધરા, સારીયા દૂધ મંડળીના પશુપાલકોને આ પ્રોજેક્ટ અંતર્ગત લોન મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી સમયમાં તાલુકામાં દૂધમંડળીઓમાં 5,000 થી વધુ પશુપાલકોને આ નવતર પ્રોજેકટનો લાભ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.