ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ - Kothamba Sardar Vidyalaya

મહીસાગર: જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના અધિકારીઓની જિલ્લા કક્ષાની ચિંતન શિબિર લુણાવાડા તાલુકાના કમાલપુર વન વિસ્તારના નાકા તળાવના પ્રાકૃતિક અને મનોરમ્ય વાતાવરણમાં યોજાઇ હતી. આ શિબિર જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર નેહાકુમારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ ચિંતન શિબિરમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

mahisagar
મહીસાગર

By

Published : Dec 14, 2019, 10:18 PM IST

આ શિબિરમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠકે અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન મોદીએ વહીવટી તંત્રમાં ગતિશિલતા આવે અને વિભાગોનું સંકલન સધાય તેવા ઉમદા હેતુંથી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. તેનો સુખદ અનુભવ આ નયનરમ્ય વાતાવરણમાં ઉપસ્થિત મહાનુભાવોના પ્રેરક ઉદૃબોદનથી મેળવી રહ્યા છે.

મહીસાગર વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ

આ અવસરે વહીવટી તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રમાં ગતિશીલતા આવે તેમજ કામગીરી પ્રક્રિયા ઝડપી અને અસરકારક રીતે થાય તે આપણું કર્તવ્ય છે. તેમણે લોકપ્રશ્નો નિયત અવધિમાં નિકાલ થાય તે માટે સર્તકતા દાખવી લોકાભિમુખ અને સંવેદનશીલ વહીવટ માટે અનુરોધ કર્યો હતો. આ ચિંતન શિબિરમાં જાણીતા લેખક અને કોલમિસ્ટ જય વસાવડાએ જાહેર સેવકની ભૂમિકા વિશે મનનીય પ્રવચન આપ્યુ હતું. તેમણે સ્વિર્ઝલેન્ડને પણ ભુલી જવાય તેવા મહીસાગર જિલ્લાના મનમોહક પ્રવાસન સ્થળોની પ્રસંશા કરી હતી.

મહીસાગર વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ

આ ઉપરાંત નર્મદ યુનિર્વસિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અને લેખક દક્ષેશ ઠાકરે જાહેર વહીવટ કમાલ અને કસબ વિષય પર, કવિયત્રી પ્રીતીબેન શર્માએ કાવ્યગાન, મોટીવેશનલ સ્પીકર અને ફીજીયોથેરાપીસ્ટ ર્ડો. નિલીમાબેને 'મસ્ત રહો તંદુરસ્ત રહો' વિશે તેમજ નિવૃત્ત IAS એચ.એસ. પટેલે મહીસાગર જિલ્લામાં પ્રવાસનની સંભાવનાઓ, સાહિત્યકાર અને અધિક નિવાસી કલેક્ટર આર.આર. ઠક્કરે કવિતા થકી તણાવ મુક્તિ, નાયબ વન સંરક્ષક આર.ડી. જાડેજાએ વન વિરાસત અને વૈભવ, એચ.ટી.મકવાણાએ સ્પર્ધાત્મક પરીક્ષા સંર્ઘષ અને સફળતા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મનહર રોઝ, વિમલ ચૌધરીએ સરકારી કામકાજમાં ટેકનોલોજીનો ઉપયોગ વિષય પર અધિકારીઓને ઉદબોધનો કર્યા હતા.

આ ચિંતન શિબિરમાં પ્રાંત અધિકારી બ્રીજેશ મોડીયા સહીત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઠંબા સરદાર વિદ્યાલયની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details