બાલાસિનોરમાં લગ્ન પ્રસંગે જમણવાર જમતા 44 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર - ફૂડ પોઈઝનિંગની અસર
બાલાસિનોર નગરના તળાવ રોડ પર આવેલા ગાર્ડન પેલેસ હોટલમાં લગ્ન સમારંભમાં જમ્યા પછી 44 જેટલા મહેમાનોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. મહેમાનો લગ્ન પ્રસંગમાં જમણવાર આરોગતા તેમને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જેમાં 30 જેટલા દર્દીઓને બાલાસિનોરની કે.એસ.પી.મલ્ટી સુગર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે બીજા 14 જેટલા દર્દીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.
લગ્ન પ્રસંગે જમણવાર જમતા 44 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર
મહીસાગર : બાલાસિનોર નગરમાં આવેલા ગાર્ડન પેલેસ હોટલમાં લગ્ન પ્રસંગે સાંજના સમયે મહેમાનો ભોજનની મજા માણી રહ્યા હતા, ત્યારે ભોજન બાદ અંદાજિત રાત્રીના 10:00 કલાકે આમંત્રિત મહેમાનોને ફૂડ પોઇઝનિંગની અસર થતા તેઓને બાલાસિનોરની KSP મલ્ટી સુગર હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા.