ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરપુરના સરાડીયામાં કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી - વિરપુરના સરાડીયામાં કોરોના પોઝિટિવ દર્દીના, ઘરની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી

મહીસાગર જિલ્લામાંના વિરપુર તાલુકાના સરાડીયા ગામમાંથી કોરોનાના પોઝિટિવ કેસ વધુ આવતા તેને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, ત્યાં આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવેલી કામગીરીના નિરીક્ષણ માટે જિલ્લા વિકાસ અધિકારીએ દર્દીઓના ઘરોની મુલાકાત કરી હતી.

etv bharat
વિરપુરના સરાડીયામાં કોરોના પોઝિટિવ દર્દીના, ઘરની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી

By

Published : May 19, 2020, 10:41 PM IST

મહીસાગર: જિલ્લાના વિરપુર તાલુકાના સરાડીયા ગામના વાડી ફળિયામાં કોરોના પોઝિટિવ કેસ આવતાં તેને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોરોના સંક્રમણને રોકવા માટે આરોગ્યતંત્ર દ્વારા દરેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં થયેલા કોરોના સંદર્ભની આરોગ્યલક્ષી કામગીરીના નિરીક્ષણ માટે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ દર્દીના ઘરની મુલાકાત લીધી હતી.

વિરપુરના સરાડીયામાં કોરોના પોઝિટિવ દર્દીના, ઘરની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી

જિલ્લા વિકાસ અધિકારીએ આ દર્દીના પરિવાર જનો તેમજ ગ્રામજનોને કોરોના સંદર્ભે રાખવાની સાવચેતી માટેના અનેક પગલાં માટે ચર્ચા વિચારણા કરી કોરોના સંક્રમણથી કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કરી ઉપસ્થિતોને જરૂરી સલાહ સૂચન સાથે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ માસ્ક પહેર્યા વગર બહાર નીકળનાર પાસેથી રૂ.1400નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details