લુણાવાડા: કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેનાથી કોરોનાવાઇરસને જિલ્લામાં ફેલાતો અટકાવી શકાય. વીરપુર તાલુકાના સરાડિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતા કન્ટેન્ટમેન્ટ એરિયામાં સંક્રમણને ફેલાતું અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા સઘન પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
કન્ટેન્ટમેન્ટ ઝોનમા આરોગ્યતંત્ર દ્વારા આયુર્વેદિક ઉકાળા વિતરણ, સમસમ વટીની આયુર્વેદિક ગોળી વિતરણ અને હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ તેમજ અવાર નવાર આ વિસ્તારમાં લોકોની આરોગ્ય તપાસણી જેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે સંદર્ભેની થયેલી કામગીરીનું જાત નિરિક્ષણ માટે જિલ્લા કલેકટર આર.બી બારડે સરાડીયાએ કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી.