આ અવસરે ઉપસ્થિત અધિકારીઓને સંબોધન કરતા જિલ્લા કલેક્ટર આર.બી બારડે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે 2 જાન્યુઆરી 2020ના રોજ સવારના 9:30 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે જિલ્લાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો અનાવરણ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા માટે જિલ્લાના અધિકારીઓને સોંપવામાં આવેલ કામગીરી સંકલનમાં રહી ટીમવર્કથી કરવા તાકીદ કરી હતી.
મહીસાગરના કોઠંબામાં CMના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે - વિજય રૂપાણી
મહીસાગર: લુણાવાડા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે 2 જાન્યુઆરી 2020ના રોજ સવારના 9:30 કલાકે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ખાતે મહિસાગર જિલ્લાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. જે કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે સ્થળ પર મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર આર.આર.ઠક્કરે કોઠંબા ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આગોતરૂ સુચારૂ આયોજન કરી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સ્થળ મુલાકાતમાં મંડપ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વીજળી પુરવઠા, પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, પાર્કિંગ, આરોગ્ય વિષયક અને સફાઇ વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાદવ, પ્રાંત અધિકારી મોડીયા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.