મહીસાગર : વાસ્મો દ્વારા સંચાલિત પીવાના પાણીની કામગીરીની સમીક્ષા કરવા અર્થે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને સંતરામપુર તાલુકાના ભવાનપુરા, નાનસલાઇ, લીમડામુવાડી, પગીના મુવાડા તેમજ લુણાવાડા તાલુકાના માનાજીનામુવાડા અને ખૂંધી ગામોમાં ચાલતી કામગીરી અંગે સરપંચ, તલાટી-કમ-મંત્રીઓ તેમજ વાસ્મોના અધિકારીઓ-કર્મચારીઓને સાથે રાખીને સુનાવણી કરવામાં આવી હતી.
મહીસાગરમાં વાસ્મો દ્વારા સંચાલિત પીવાના પાણીની કામગીરી અંગે DDO એ સમીક્ષા બેઠક કરી - પીવાના પાણીની કામગીરી
મહીસાગર જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આવી અનેકવિધ યોજનાઓના ભાગરૂપે વાસ્મો દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં પીવાના પાણીની કામગીરી કરવામાં આવી રહી છે.
મહીસાગર વાસ્મો દ્વારા સંચાલિત પીવાના પાણીની કામગીરી અંગે DDO એ સમીક્ષા બેઠક કરી
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ સરપંચ અને તલાટીઓ દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને સાંભળીને વાસ્મોકના અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી સુચનાઓ આપી પીવાના પાણીના કામોને અગ્રતા આપી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે જોવાની સૂચના આપી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.