ગુજરાત

gujarat

ETV Bharat / state

સંતરામપુરમાં જિલ્લા પંચાયતમાં ગોઠીબ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી - લુણાવાડાના તાજા સમાચાર

મહીસાગર જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં સમાવિષ્ટ 6 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેથી મહીસાગરમાં જિલ્લા પંચાયત અને લુણાવાડા તાલુકા પંચાયતની 26 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આમ છતાં લુણાવાડાની બેઠક માટે હજી સુધી એક પણ ફોર્મ ભરાયું નથી.

ETV BHARAT
સંતરામપુરમાં જિલ્લા પંચાયતમાં ગોઠીબ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી

By

Published : Feb 11, 2021, 3:05 PM IST

  • જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ
  • લુણાવાડાની બેઠક માટે હજુ સુધી એક પણ ફોર્મ ભરાયું નથી
  • ઉમેદવારોએ ફોર્મ ભરીને હજુ સુધી પરત કર્યાં નથી

મહીસાગરઃ જિલ્લા પંચાયતની 8 બેઠકોમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હરજીવનદાસ પટેલે ગોઠીબ બેઠકનું ફોર્મ ભરીને શુભ શરુઆત કરી છે.

મહીસાગર જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી

મહીસાગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં સમાવિષ્ટ 6 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. મહીસાગરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 26 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ફોર્મ ભરવાના 3 દિવસ પૂર્ણ થવા છતાં પણ લુણાવાડાની બેઠક માટે હજુ સુધી એક પણ ફોર્મ ભરાયું નથી. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસની બેઠક ઉપર ઉમેદવાર જ નક્કી નથી. આવી સ્થિતિમાં મોટેભાગે અપક્ષ ઉમેદવારોને ફોર્મ ભરવાની શક્યતાઓના કારણે 3 દિવસમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમેદવારોપત્રો લઈ ગયા છે, પરંતુ હજુ સુધી એકપણ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરીને પરત કર્યું નથી.

કોંગ્રેસના પ્રમુખ હરજીવનદાસ પટેલે ગોઠીબ બેઠક માટે ફોર્મ ભર્યું

વીરપુર તાલુકામાં 3 દિવસમાં કુલ 70 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે, પરંતુ હજુ સુધી એકપણ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરીને પરત કર્યું નથી. સંતરામપુરમાં જિલ્લા પંચાયતની 8 બેઠકોમાં ગોઠીબ બેઠકનું ફોર્મ મહીસાગર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હરજીવનદાસ પટેલે ભરીને જિલ્લામાં ચૂંટણીના શ્રી ગણેશ કર્યાં છે.

ABOUT THE AUTHOR

...view details