મહીસાગર: કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય પણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે મહિસાગર જિલ્લામાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
જિલ્લામાં કોરોના સંદર્ભની આરોગ્યલક્ષી કામગીરીના નિરીક્ષણ માટે જિલ્લા કલેકટર આર. બી.બારડે શનિવારના રોજ સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરે આ મુલાકાત દરમિયાન સંબંધિતો સાથે કોરોના સંદર્ભે સાવચેતી રાખવા વિશેની ચર્ચા વિચારણા કરી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય તેની વિસ્તૃત સમજ આપી કોરોનાને અટકાવવાના પ્રયાસો કર્યા હતા.