લૂણાવાડાઃ ડો. શાહે મુલાકાત દરમિયાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલ ઘરોની મુલાકાત લઈને દરેકના આરોગ્યની સાથે આયુર્વેદિક ઉકાળો, આર્સેનિક આલ્બની ગોળીઓ મળી છે કે નહીં તેની જાણકારી મેળવી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા શીખ આપી હતી. ડો. શાહે તમામને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા રોજે રોજ ઓપીડી દ્વારા તપાસવામાં આવશે. તેમ જ તપાસમાં કોઈ કેસ ધ્યાને આવશે તો તેમને સારવાર અને માર્ગદર્શન આપવાની સાથે નિયમિત રીતે રોજ સતત પાંચ દિવસ સુધી આર્સેનિક આલ્બ અને વિટામિનની ગોળીઓ તથા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લૂણાવાડા જનરલ હોસ્પિટલ અને કન્ટેઇનમેન્ટ ઝોનની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ મુલાકાત લીધી - જિલ્લા આરોગ્ય અધિકારી
જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ.બી.શાહ લૂણાવાડા શહેરના કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ વિસ્તારોની મુલાકાતે પહોંચી ગયાં હતાં. તેમની સાથે આરોગ્ય વિભાગના તબીબો પણ જોડાયાં હતાં.
ડોક્ટર શાહે કન્ટેઇનમેન્ટ ઝોનમાં નાગરિકોને ઘરની બહાર ન નીકળવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને માસ્ક પહેરવા પણ સૂચના આપી હતી. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટરે લૂણાવાડાની જનરલ હોસ્પિનટલની મુલાકાત લઇ ઉપસ્થિત આરોગ્ય વિભાગના તબીબો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની થઇ રહેલ સારવાર અંગે જાત તપાસ કરી હતી. ડો.શાહે તેમની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં થતી કામગીરી તેમ જ N-95 માસ્ક, PPE કિટ સહિત અન્ય સુવિધાઓની ઉપલબ્ધતા અંગે જરૂરી સલાહ સૂચનો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.