ગુજરાત

gujarat

ETV Bharat / state

નાના સોનેલાં ગામની કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા - Lunawada

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના સોનેલાં ગામેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા માઇનોર કેનાલમાં 20 દિવસમાં બીજી વાર મોટું ગાબડું પડતા કેનાલ નજીકના ખેતરોમાં ઢીંચણ સમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

The canal in the nana sonela village was broken
The canal in the nana sonela village was broken

By

Published : Mar 3, 2021, 8:14 PM IST

  • કેનાલમાં ગાબડું પડતા નજીકના ખેતરોમાં પાણી ભરાયા
  • રવિ પાકને નુકસાન થવાની ભીતિ
  • 20 દિવસ પહેલા પણ કેનાલમાં ભંગાણ થયું હતું

મહીસાગર: જિલ્લાના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે કડાણા ડાબા કાંઠા માઇનોર કેનાલ સિંચાઈનું પાણી કડાણા ડેમમાંથી આપવામાં આવી રહ્યું છે. બુધવારની સવારે લુણાવાડા તાલુકાના નાના સોનેલાં ગામેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા કેનાલ નજીકના ખેતરોમાં ઢીંચણ સમાં પાણી ભરાતા ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા રવિ પાક જેવા કે ઘઉં, ચણા, રાયડો, મગફળી સહિતના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

નાના સોનેલાં ગામે કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા

20 દિવસ બાદ કેનાલમાં ફરી ગાબડું

આ અગાઉ 20 દિવસ પહેલા કેનાલમાં ભંગાણ થયું હતું. 20 જ દિવસમાં બે વાર કેનાલમાં ભંગાણ થતા ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા રવિ પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

કેનાલમાં ગાબડું પડતા નજીકના ખેતરોમાં પાણી ભરાયા

ABOUT THE AUTHOR

...view details