મહીસાગરઃ આ અંગે મળતી માહિતી અનુસાર બાલાસિનોર તાલુકાના ડખ્ખરીયા ગામમાં રહેતા વિપુલભાઈ નટુભાઈ ચૌહાણની પત્ની મણીબેન ઉર્ફે ભુરીબેન ગત 7 જુલાઈના રોજ ગામની સિમના કુવામાંથી મૃત હાલતમાં મળ્યા હતા. તેના સંદર્ભમાં મણીબેન ઉર્ફે ભુરીબેનના પરિજનોએ ફરિયાદ કરતાં ભુરીબેનના પતિ વિપુલ ચૌહાણને તારીખ 8 જુલાઈના રોજ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જે તારીખ 9 જુલાઈના રોજ આ વિપુલ ચૌહાણના બાલાસિનોર પોલીસ સ્ટેશનના બાથરૂમના બારીના સળિયા સાથે ખેસીયું દ્વારા ગળે ફાસો ખાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં આ સમાચાર વાયુ વેગે પ્રસરતા ચકચાર મચી ગઇ હતી.
બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ગળે ફાસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં આજ રોજ સવારના સમયે ડખ્ખરીયા ગામના યુવાન વિપુલ ચૌહાણનો પોલીસ સ્ટેશનના બાથરૂમમાં ગળે ફાસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી.
સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લાના SP સહિત ઉચ્ચ અધિકારીઓ બાલાસિનોર પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા અને તપાસનો દોર શરૂ કરી મૃત દેહને બાલાસિનોર CHC ખાતે PM અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વિપુલના સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પી.જે.પંડ્યાને પૂછતા વિપુલને ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં લાવી તેનો કોરોના ટેસ્ટ કરવાનો હોવાથી રાત્રે પોલીસ મથકે સુવાડવામાં આવ્યો હતો અને સવારે ડોકટર આવે તે પહેલાં આ ઘટના બની હતી. હાલ પોલીસ આ મામલે આગળની વધુ તપાસ ચલાવી રહી છે.