ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરના ટીંબાનામુવાડા ગામે ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો - The body of a young man was found

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં ગોઝારી ઘટના ઘટી છે. 20 વર્ષીય યુવાનનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવાતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

મહિસાગરના ટીંબાનામુવાડા ગામે ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો
મહિસાગરના ટીંબાનામુવાડા ગામે ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો

By

Published : Apr 10, 2020, 11:42 AM IST

લુણાવાડાઃ મળતી માહિતી પ્રમાણે વિરપુર તાલુકાનાં ટીંબાનામુવાડા ગામનો યુવાન દિનેશ કુમાર લક્ષ્મણભાઈ પરમારનો વિરપુર ધોરવાડા રોડ પાસે ઝાડ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વિરપુર તાલુકાનાં સારિયા ગામના ટીંબાનામુવાડા ગામનો યુવાન દિનેશ કુમાર લક્ષ્મણભાઈ પરમારનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો હતો.

આ અંગે પરિવારજનોને આ અંગેની જાણ કરાતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જુવાન દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃતક દિનેશ તથા તેનો મોટો ભાઈ બળવંત બંને ગાયો વેચવાનો ધંધો કરતાં હોવાનું જાણવા મળ્યું હતું.

ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળ્યા બાદ હત્યા છે કે આત્મ હત્યા તે પોલીસ તપાસનો વિષય છે. સમગ્ર ઘટનાની જાણ વિરપુર પોલીસને થતાં તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details