- સંતરામપુર પોલીસ સ્ટેશનનો ફરાર આરોપી ઝડપાયો
- બાતમીને આધારે LCB સ્ટાફના માણસોએ આરોપીને ઝડપી લીધો
- આરોપી જામ કંડોરણાના મોજ ખિજડીયા ગામે મજૂરી કામ કરતો હતો
- ભોગ બનનાર અને આરોપીને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા
મહીસાગર LCB દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનનો ફરાર આરોપી ઝડપાયો - crime news of mahisagar district
મહીસાગરના સંતરામપુરમાં ફરાર આરોપી રમેશ પાંડોરને ભોગ બનનાર સાથે મહીસાગર LCB દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ બાબતે આરોપીને જામકંડોરણા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહીમાટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.
મહીસાગર: પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અપહરણ થયેલા બાળકોને શોધવા માટે તથા ફરાર આરોપીઓને ઝડપી લેવા ડ્રાઇવ રાખવામાં આવી છે. તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ, મહીસાગર LCBના PI તથા PSI અને સ્ટાફના માણસોને ફરાર આરોપીઓ પકડી પાડવા માટે અલગ અલગ ટીમોને સૂચના આપવામાં આવી હતી. જેના આધારે પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન LCB સ્ટાફને બાતમી મળી હતી કે સંતરામપુર પોલીસ સ્ટેશનનો ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજકોટ જીલ્લાના જામ કંડોરણા તાલુકાના મોજ ખિજડીયા ગામે મજુરી કામ કરે છે, તેના આધારે LCB સ્ટાફે ત્યાં જઇ તપાસ કરતા ફરાર આરોપી રમેશભાઇ દલાભાઇ પાંડોર ભોગ બનનાર સાથે મળી આવ્યો હતો. આ બાબતે જામ કંડોરણા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આરોપી તથા ભોગ બનનારને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા છે.